________________
(૬) કવિ ગંગના તથા અન્ય હિન્દી પ્રસિદ્ધ કવિ વિહારી તથા કેશવદાસના સમકાલીન છે.
મહારાષ્ટ્રમાં અઢાર પર્વના મહાભારતને મરાઠીમાં પહેલવહેલી અવતારનાર કવિ વિષ્ણુદાસ અને મુકતેશ્વર (જન્મ ૧૬૫૬, સ્વગર ૧૭૦૬ ) તેમજ પ્રસિદ્ધ સંતકવિએ એકનાથ (જન્મ સ ૦ ૧૬ ૦૫, સ્વ૦ ૧૬૫૬); તુકારામ (જન્મ સં. ૧૬૩૪ થી ૧૬૬૪ -સ્વર ૧૭૦ ૮ ), સમર્થ રામદાસ (જન્મ સં. ૧૬૬૫ સ્વ. ૧૭૩૮ ) આદિ થયા.
ગૂર્જર ભાષાના આ યુગ માટે એમ કહેવામાં આવે છે કે જે ભાષાના પ્રથમ યુગમાં–સાહિત્યના પ્રભાતમાં-નરસિંહ મહેતા જેવા ભક્ત કવિનાં પ્રભાતિયાં ગાજી રહ્યાં હતાં તેના મધ્ય યુગમાં–સોળમા અને સત્તરમા શતકમાં–કવિતાનાં સ્વર્ગીય ગાનનો વનિ છેક મંદ પડી ગયે –આ વાત સત્ય નથી. જેનેતર ગૂર્જર કવિઓ આ યુગમાં વધુ સંખ્યામાં મળી નથી આવ્યા તેથી તેવી વાત મૂકવામાં આવે તે
સ્વાભાવિક છે. પણ મને ખાત્રી છે કે આ ઉન્નતિના અને જાગ્રતિના યુગમાં અનેક જૈનેતર ગૂજર કવિઓ થયા હોવા જોઇએ; અને તે શધખોળ કરતાં સાંપડી શકશે. જ્યારે મધ્ય યુગમાં જૈન કવિઓ માટે તે નિર્વિવાદ રીતે સ્પષ્ટ કહી શકાય તેમ છે કે તેમણે સાહિત્યની ધારા અખંડ નિરાવરણ અને નિર્મલ રાખી, તેનામાં ઓજવાળું પય: સિંચી તેને બલવતી, વેગવતી, અને ઉજવલ બનાવી હતી.
આ સત્તરમા શતકમાં જેમ અંગ્રેજીમાં, રાણી એલિઝાબેથનો સમય (સં. ૧૬૧૫-૧૬૬૦) ઉક્ત ભાષા માટે એક મહાન ઉન્નતિનો છે, તે જ અકબરનો રાજત્વકાલ (સં. ૧૬૧૩-૧૬૬૨) સર્વ દેશી ભાષાઓ માટે વૃદ્ધિ અને ગૌરવનો યુગ થયો છે. બંને દેશોમાં આ સમૃદ્ધિશાલી સમયમાં અતિશય સંતોષજનક ઉન્નતિ થઈ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org