________________
એક પરમેશ્વર જગતૂને સાર છે. તે પરબ્રહ્મ ઈષ્ટદેવ તે “રામ” છે. તેની ઉપાસનાથી સુખની પ્રાપ્તિ; જગતનાં સુખો તેની પાસે નિસાર છે. તે પરમમય આનંદમય સુખ પ્રાપ્ત કરવા દાદૂ દયાલે બીજા સાધન માર્ગોમાં જણાતા બાહ્ય આડંબરી પ્રપંચ (જેવા કે રામાનુજ, વલ્લભાદિ સગુણ પૂજાઓમાં), કારી બંદગી આદિને તુચ્છ બતાવ્યા સર્વ સાથે દ્વેષ તજી હળી મળી રહેવું અને સર્વ જીવ પર દયા દૃષ્ટિ રાખવાની તેણે આજ્ઞા કરી. આ પ્રમાણે એવાં સાધનો તેણે બતાવ્યાં કે ભિન્ન મતવાળા હિન્દુ મુસલમાન આદિ અવિરેાધે આચારી શકે. તે સં. ૧૬ ૬૦ માં નારાયણ ગામમાં (નારાણે) સ્વર્ગસ્થ થયા. તેના શિષ્ય સુન્દરદાસે (જન્મ સં. ૧૬૫૭, દાદૂછ પાસે દીક્ષા સં. ૧૬૫૯, મરણ ૧૭૪ ૬ ) વેદાન્ત જ્ઞાનને સુમધુર સરલ અને ઉચ્ચ હિન્દી કાવ્યમાં વિવિધ પ્રકારની રચના કરી. તેમણે અદ્વૈત બ્રહ્મવિદ્યાને પ્રચાર કરવાથી અને તેઓ અતિ કુશળ વિદ્વાન હોવાથી તેમને દાદૂ પથીઓ “બીજા શંકરાચાર્ય' કહે છે.
ગોસ્વામી તુલસીદાસ –(જન્મ સં. ૧૬૦૦; મરણ સં૦ ૧૬૮૦) આ હિન્દી સાહિત્યના અપ્રતિમ મહાકવિ છે. તેમણે રામાયણ રચી તે એટલી બધી આજસુધી પ્રસિદ્ધ છે કે, તેનું વાંચન દરેક હિન્દી કુટુમ્બમાં થાય છે. તેમજ અનેક હિન્દી કાવ્યો રચ્યાં. અકબરના પ્રસિદ્ધ
૧ રાધવીય ભક્તમાલમાં જણાવ્યું છે કે “ શંકરાચાર્ય દૂસરે, દાદૂ કે સુંદર ભયો. ' આ સુન્દરદાસજીએ સં. ૧૬૬૩–૧૬૮૨ કાશીમાં રહી વિદ્યા લઈ લેને આપી. પછી બહુ પર્યટન ક્યું. ગુજરાતમાં પણ તે ઘણે કાળ રહ્યા હતા અને ગુજરાતી ભાષા પતે શીખી લીધી હતી. તેના અપ્રસિદ્ધ દશે દિશાકે સ” માં ગુજરાત સંબંધી લખ્યું છે કે –
“આભડછોત અતીત સો કીજિયે, બિલાઇ ૩ ફૂકર ચાટત હાંડી ”
આ પરથી જણાય છે કે વૈષ્ણવ સંપ્રદાયની અસરથી ગુજરાતમાં આભડછેટ પર લેકોનું ઘણું ચાન રહેતું હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org