________________
( ૪ )
મહાન મોગલ સમ્રાટ અકબર, જહાંગીર અને શાહજહાં (સં. ૧૬૧૨ થી સં. ૧૭૧૪ ) એ ત્રણ શહેનશાહએ સમગ્ર ભારતવર્ષમાં રાજ્ય સત્તા જમાવી રાખી લેકમાં આબાદી અને શાંતિથી સ્થિરતા કરી. અકબરે સં. ૧૬૬૪ માં ચિતોડ, ૧૬૨૫ માં રણથંભોર અને કલંજરના કિલ્લા જીતી લીધા અને સં૦ ૧૬૨૯ માં અમદાવાદમાં પિતાને વાવટા ફરકાવ્યો. પછી વડોદરા, ચાંપાનેર, સુરત એ સઘળે મિર્ઝાએ કબજે કરેલે મુલક તેઓને હાંકી મેલી, પોતાના રાજ્ય તળે મૂકી અકબર આગ્રે આવ્યો. ત્યાર પછીના ત્રણ વર્ષમાં બિહાર અને બંગાલા હાથ કર્યા. સામાન્ય સર્વ સ્થળે શાંતિ પ્રસારી. આ સિકામાં શ્વેતામ્બર જૈન સાધુ સંસ્કૃત પ્રાપ્ત અને સ્વભાષા–લોક ભાષામાં સાહિત્ય વિશેષ વિશેષ ઉત્પન્ન કરવા લાગ્યા. તપગચ્છીય પ્રભાવક મહાપુરૂષ હીરવિજ્ય સૂરિએ તથા તેમના શિષ્ય ઉપાધ્યાય શાંતિચંદ્ર આદિએ, ખરતરગચ્છીય જિનચંદ્ર સૂરિએ, અને નાગપુર (? વૃદ્ધ) તપગચ્છીય પદ્મસુંદર ઉપાધ્યાયે અકબર બાદશાહને જેન ધર્મનું સ્વરૂપ સમજાવી તેની તેના પ્રત્યે સદૂભાવના ખેંચી અનેક જૈન તીર્થ સંબંધી ફરમાને, જીવ-વધ-બંધની આજ્ઞાઓ અને પુસ્તકો, સ્થાન વગેરેનાં ઈનામો પ્રાપ્ત કર્યા. જહાંગીરે તો વિજયસેન સૂરિને અને ખ૦ જિનસિંહ સૂરિને મેટાં ધાર્મિક બિરૂદ આપ્યાં, અને શાહજહાંએ પણ સહાનુભૂતિ દાખવી. આ સામાન્ય રીતે શાંતિની શતવર્ષમાં અન્ય ધર્મોમાં પણ ઘણી જાગૃતિ આવી અને સાહિત્યવૃદ્ધિ થઈ.
સં. ૧૬૦૦ માં તળ અમદાવાદમાં જન્મનાર દાદુજીએ ત્યાગી ફકીર બની જયપુરમાંના રાજ્યમાં ઘણે જીવન-કાળ કાઢી ૧૬૪૨ માં અકબર સાથે ધર્માલાપ કર્યો. વેદાન્ય જ્ઞાન સામા ય મનુષ્યોને ગળે ઉતારવા સરલ રીતિથી લોક-ગંખ્ય ભાષામાં ઉપદેશ કર્યો; મુખ્ય વાત એ હતી કે
આપા મટે, હરિ ભજે, તન મન તજે વિકાર; નિરી સબ ઇવસો, દાદુ યહુ મત સાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org