________________
( ૩ ) વધી પડ્યો હતો. વેતામ્બર અને દિગંબરો વચ્ચે વિરોધ તો બહુ જૂનો હતો પણ સં. ૧૧૭૬ માં સિદ્ધરાજના દરબારમાં વાદિદેવ નામના શ્વેતામ્બર સૂરિએ કુમુદચંદ્ર નામના દિગઅરાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવી દિગમ્બરોને ગુજરાતના રાજ્યની હદપાર કરાવ્યા–તે પછી એ બંનેનાં કાર્ય કરવાનાં ક્ષેત્રો બહુધા જૂદાં પડી ગયાં હતાં ને તેથી એમના વચ્ચે વિરોધ પણ મેળે પડી ગયો હતો. પણ બીજી બાજુએ શ્વેતામ્બર મૂર્તિપૂજકમાંથી જુદા પડી લું કામત અને બોજામત નીકળ્યા પછી તેમની સાથે વિરોધ પ્રબળ થઈ પડ્યો હતો. શ્વેતામ્બર મતના ખરતર અને તપગચ્છ વચ્ચેની મતામતી પણ પ્રબળ થઈ પડી હતી અને તેમાં ધર્મસાગર ઉપાધ્યાયજી નામના તપગચ્છીય વિદ્વાન–પણ– ઉગ્રસ્વભાવી સાધુએ કુમતિનંદકુંદાલ (યાને પ્રવચન પરીક્ષા) નામને ગ્રંથ બનાવી તપગચ્છ સિવાયના અન્ય સર્વ ગઈ અને મત સામે અનેક આક્ષેપ મૂકયા. આથી તે સર્વ મત ખળભળી ઉઠયા; અને તેનું જે સમાધાન ન થાય તે આખા જૈન સમાજમાં દાવાનળ અગ્નિ પ્રકટે. આ માટે જોખમદાર આચાર્યોને વચ્ચે પડ્યા વગર રહી શકાય નહિ તેથી તપગચ્છાચાર્ય વિજયદાન સૂરિએ ઉપરોકત ગ્રંથ પાણીમાં ભેળવી દીધું અને તેને અપ્રમાણુ ઠેરવ્યો. તેમણે જાહેરનામું કાઢી “સાત બોલ” ની આજ્ઞા કાઢી એક બીજા મતવાળાને વાદ-વિવાદની અથડામણ કરતા અટકાવ્યા હતા. પણ આટલાથી વિરોધ જોઈએ તે ન શો ત્યારે વિજયદાન સૂરિ પછી આચાર્ય હીરવિજય સૂરિએ ઉકત “સાત બેલ” પર વિવરણ કરી “બાર બેલ” એ નામની બાર આજ્ઞાઓ જાહેર કરી હતીસં. ૧૬૪૬. આથી જૈન સમાજમાં ઘણી શાન્તિ આવી, અને ખરતરગચ્છના અને તપગચ્છના આચાર્યો એક બીજાની નિન્દામાં ન ઉતરતાં જૈન ધર્મનો પ્રભાવ અન્ય સમાજમાં અને રાજદ્વારમાં પાડવા માટે પ્રયત્નશીલ થયા.
વિક્રમનો સત્તરમે સિંકે જેને માટે ઘણો પ્રતાપ હતો. તે સદીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org