________________
(૨) સૂર વિશ્વબંધુભાવનાં, પ્રભુભક્તિન, અને નીતિના ઉપદેશનાં ગીતો ગાવામાં જ નીકળી શકે. પોતપોતાના જમાનાની ભાવનાઓને વ્યક્ત કરવી, પિતાના સમયના જૂદા જૂદા આદર્શોને અને નોખા નોખા વહેતા લાગણ-પ્રવાહોને એકત્ર કરી પયગમ્બરી વાણીમાં તેનું ઉદ્બોધન કરવું એ કવિઓનું ર્તવ્ય છે. સામાન્ય લોકોના દિલમાં જે સુન્દર ભાવો જાગે--પણ જે સમજવાની કે સમજાવવાની તેમનામાં તાકાત નથી–તેમને ભાષા આપવો, તેમને અમર વાણીમાં વ્યકત કરવા એ કવિઓનું કાર્ય છે. નિબંધ પંખીઓમાં કોકિલા જેવું ભ્રમણશાલી પંખી ભાગ્યેજ જોવામાં આવશે. આવા કવિપરભૂત જૈન સાધુઓએ માન્ત પ્રાન્ત અને દેશદેશ વિહાર કરી પોતાના કાવ્યને ટહુકે લોકોને સંભળાવ્યો છે. આ પૈકી એક કવિપરભાતનો પરિચય કરાવવાની આ નિબંધની ઉમેદ છે.
તેમનું નામ કવિવર સમયસુદર. તેમને કાલ વિક્રમને સત્તરો શતાબ્દ છે. તેમને સંવત ૧૬૬૮ માં વાચનાચાર્ય-ઉપાધ્યાય પદ લાહોરમાં મળ્યું હતું અને પ્રથમ ગ્રંથ “ભાવશતક ર૦ ૧૬૪૧ માં રચેલે મળી આવે છે, તેથી તે વખતે તેમની ઉમર ૨૧ વર્ષની ગણીએ તો તેમનો જન્મ સં. ૧૬૨૦ માં મૂકી શકાય કે જે વખતે તેમના દીક્ષાગુરૂ સકલચંદ્ર ઉપાધ્યાયના દીક્ષા ગુરૂ જિનચંદસૂરિને સૂરિપદ ( ૧૭ વર્ષની વયે, મળ્યા સંવત ૧૬૧૨ ) મળ્યાને આઠ વર્ષ થઈ ગયાં હતાં. તેમનો છેલ્લો ગ્રંથ સં. ૧૭૦૦ નો દુપદી સંબંધ મળી આવે છે તેથી તેઓ સ ૦ ૧૬૨૦ થી ૧૭૦૦ સુધી-૮૦ વર્ષ જેટલું જીવન ગાળી શકયા હતા એ પ્રાયઃ નિશ્ચિત થાય છે. તત્કાલીન સ્થિતિ.
ખરતરગચ્છ અને તપાગચ્છ વચ્ચે લાંબા વખતથી સ્પર્ધા અને વિખવાદ ચાલ્યા આવતા. એ વિખવાદ સત્તરમા શતકના પૂર્વાર્ધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org