________________
કવિવર સમયસુન્દર
(ભાવનગરમાં ભરાએલી ૭ મી ગુજરાતી સાહિત્ય પરિષદુ
માટે લખાએલો નિબંધ.)
[ लेखकः श्रीयुत मोहनलाल दलीचंद देशाई,
વી. . પ. વ. ફારૂ વ૮ વફ.] જૈન સાધુઓ ભારતની એક ધાર્મિક સંસ્થા છે અને પિતાના આચાર-નિયમ પ્રમાણે ભ્રમણશીલ–પરિત્રાજક છે. એક વર્ષમાં એકી સાથે ચાતુર્માસ એક સ્થળે ગાળવું તેમને અપરિહાર્ય છે, જ્યારે બાકીના આઠ માસમાં એક ગામથી બીજા ગામ અપ્રતિહત વિહાર કરી દરેક સ્થલે ઉપદેશ આપતા રડી તેઓ વિહાર કર્યો જાય છે. લગભગ પચીસ વર્ષ પહેલાં થયેલા ધર્મસંસ્થાપક શ્રી મહાવીરના અનુયાયી જૈન શ્રમણોની સંસ્કૃતિ સમયધર્મ પ્રમાણે અનેક ઉદય અને અસ્તના હિલે હીંચીને હજુ સુધી પણ અખંડપણે ચાલી આવી છે. તે શ્રમણ-૫થે સ્થાપેલા દયા ધર્મની અસરથી ભારતમાં હિંસક યજ્ઞયાગ, બંધ પડયા એટલું જ નહિ પણ જાતિભેદના જુલમને ઘણું સૈકાઓ સુધી વિશેષ અવકાશ મળ્યો નહિ. વિશેષમાં કાવ્ય, નાટક, કથા-ભાવા વગેરે સાહિત્ય પ્રદેશમાં પણ તે શ્રમણોએ દરેક શતકમાં-દરેક યુગમાં અન્ય પંથેની સાથે સાથે પ્રબળ ફાળો આપ્યો છે, અને એ સત્યની પ્રતીતિ તેના સાહિત્યનો ઈતિહાસ લખાશે ત્યારે અતિ સ્પષ્ટ રીતે અને જરૂર થશે,
સંસારની ઉપાધિઓના બંધનથી મુક્ત એવા નિબંધ પંખી પેઠે વિચરતા માત્ર ધર્મપરાયણ જીવન ગાળવા નિર્માયેલા સાધુઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org