________________
પંડિત સમયસુંદર વિરચિત. આનંદ કાવ્ય. પાડી ખૂબ પુકાર મયણરેહા નિજ હાહા અનરથ કુણ કીએ, ધાયા પહરૂ લેક પૂછ મણિરથ કિણ પ્રહાર પાડી દીએ. ૭ કહે મણિરથ પાપિષ્ટ માહરા હાથથી પડતે ખડગ જાણે નહીએ, અંગત આકાર સહુ જાણ્યા ઈમ નુપ અનરથ કીધો સહીએ. ૮ કામ થકી બહુ કલેસ કામથકી બંધ કામથકી અનરણે ઘણાએ, સમયસુંદર કહે એમ ઢાલ એ પાંચમી હિવ કહું કામવિટંમણાએ.
ઢાળ ૬ ઠી.
રાગ સારંગ.
પ્રાણુપીયારે કાં તજી એ દેશી. ધિગ પિગ કામ વિટંબણા દેખે નહિં કામ છે રે, કામ થકી અનરણે ઘણા પૂરવ સુણિ પ્રબંધે છે. ધિ. ૧ રાવણ સીતા અપહરી કીધે ભૂંડે કામે રે, લકાગઢ લુંટાવી દલસિસ છેદ્યા રામે રે. ધિ. ૨ આદ્રકુમાર મુનિસરૂં મૂકી સંજમાં ભારે રે, શ્રીમતી સુખ ભગવ્યા વર્ષ ચાવીસ અપાશે રે. ધિ. ૩ પાંચસે નારિ જિને તજી કનવૃષ્ટિ કરી જેણો રે, વેસ્યા વચન વિલાસથી ચુક્યા શ્રીનંદખેણે રે. ધિ. ૪ વેહરણ વેલા પાંગુ અરહુન્નક સુકમાલે રે, શાખ બેલા ગેરડી તે લુવા તતકાલે રે. ધિ. ૫ (૧) મન ચંચલ સદા. (૨) છેલ્લા દસ સિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org