________________
મહોદધિ મા છે
ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ.
અથ તૃતીય ખંડ પ્રારંભ:
મૂલમંત્ર સમરૂ સદા પંચ જિહાં પરમિડ, બાવન અક્ષરમાહિ તસુ તિલક મુકટ સિરદિઠ. હિવ ત્રીજોખંડ નમિતણે જોડણ લાગી બુદ્ધિ, ચિત્તવિત્ત પામ્યા પછે પાત્ર મિલે તે સિદ્ધ. સાધુ તણું ગુણ વર્ણતા કરતા નિમલ દેહ, ગંગાજલ માહિ ઝીલતા કિમ રહે તનની ખે. સાધુકથા સહજે ભલી અધિકઢાલ રસ એહ, વિચ વિચ મેવા મચરકે સકર મિઠાઈ તેહ. સાધુ ચરિત ગુણતાં થકા મુગતિતણું ફલ હોઈ, ગરથ ન લાગે ગાંઠરે તે સુણ સહુ કે.
ઢાળ ૧ લી. ગાંગા મસુરા થારી મૃગલી, એ દેશી. જબુદીપ સુહામણે બેત્ર ભરથ રસાલ, દેસ અવતી દીપતે કેહ પડે ન દુકાલ. ન૦ ૧ નગર સુદરસણ અતીભલે બહુ રિદ્ધ સમૃદ્ધ, વારૂ વસે વિવહારિયા દેસ દેસ પરસિદ્ધ. ન૦ ૨ ઊચા મંદીર માલીયા ઊચા પરસાદ,
દંડ ઉપર ધજ લહિ ઘડે કરે સ્વર્ગસું વાદ. ન. ૩ (૧) સખર. (૨) સુણતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org