________________
૩૨ પતિ જયવિજય વિરચિત. [આનંદ કાવ્ય.
નક્ષત્ર સ્વાધ્યાય. વીર જિણેસર ચરણ નમુવિ, તારા પરિબેલું સંખેવિ; અભિચિ તારા ગિણિ વખાણ, ગોષિકાર તે જાણ. ૧ શ્રવણ તારા ત્રિણિજ કહ્યા, કાહાર તણે આકારે રહ્યા; પંચ તારગ શકુની રૂપ, રીખ ઘણીઠા એહ સ્વરૂપ. શતભીષા તારા શત અવધાર, પુલ વિખરાજ્યે વિસ્તાર પૂર્વભાદ્રપદા દે તાર, અર્ધ વાવિને છે આકાર તિમ ઉત્તરબદવયા જેઈ, અધ વાવી તારગા બે હોઈ; કરવઈ તારા વર બત્તીસ, નાવાકાર કહ્યા જગદીસ. ૪ અશ્વિની અશ્વબંધ આકાર, તારા ત્રિણિ હોય વિચાર; ભરણી ભગ આકારે કહી, તારા ત્રિણિ તેહના સહી. પ નાવીની કેથલી સમાન, છ તારા કૃતિકા પ્રધાન; રેહિણી છે સગડુદ્ધી કાર, તારા પંચ કહ્યા અતિસાર. ૬ મૃગશીર મૃગ શીસા વલી જાણ, તારા ત્રણે કરી વખાણ; રૂધીર બીંદુસમ આદ્રો જોય, તેહને તારો એકજ હોય. તુલાકાર તે તારા પંચ, નામ પુનર્વસુનેએ સંચ; પુષ્પ ત્રિણિ તારા તે કહીં, સરાવલા સંપુટ સમ લહી. ૮ અલેષા છ જીસી પડાગ, છહ તારા જાણવા લાગ; મઘા મહાગઢનું આકાર, તારા સાત હી અવધાર. ૯ પૂરવ ઉત્તર બે ફગુણી, અદ્ધ પલંકાકારે સુણ; દે દે તારા તેહનાં ય, વીર વચન એ નિચે હોય. ૧૦ હસ્ત તારગા પંચ વખાણ, હાથ તણે આકારે જાણ ચિત્રા કુલ તણું મુખ તુલ, તારે એક છે બહુ મૂલ. ૧૧ સ્વાતિ એક તારે જિને કહ્યો, ખીલાને આકારે રહ્યો; તારા પંચ દામણુ આકાર, વિશાખાના તે અવધાર. ૧૨
(૧) પૂર્વા ફાલ્યુની. (૨) ઉત્તરા ફાલ્ગની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org