________________
બહાર મૂકી શકું કે નહિ તે માટે મને પિતાને પણ હજુ શંકજ છે. અને તેટલાં માટે જ શ્રીયુત મોહનલાલભાઈની અતિ પ્રયાસે બહાર પડેલી હકીકતો જોઈ મને ખેદ કરતાં હર્ષ વધુ થાય છે. શ્રીયુત મોહનલાલ દ. દેશાઇને અંતઃકરણથી જેટલું આભાર માનું અને માનીએ તેટલે ઓછો જ છે.
ન્યાયનિપુણ ન્યાયાધીશ સાક્ષરરત્ન શ્રીયુત કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને ઉપોદઘાત લખી આપવા બદલ ઉપકાર માનું છું. શ્રીયુત કૃષ્ણલાલભાઈ ન્યાયવિષયે નિપુણ ન્યાયાધીશ છે, તેટલાં જ ગુજરાતી ફારસી ભાષા સંબંધમાંયે દક્ષ, વિચારશીલ, તેમ જ મનનીય અભાસી છે. અને તે કારણવડે જ જેમ ન્યાય દેતી વખતે “પક્ષાપક્ષનું અવલોકન કરી શુદ્ધ ન્યાય દેવો પડે” તે પ્રમાણે અત્રે પણ તેઓશ્રીએ જેન–જૈનેતર બેઉના ગુજરાતી સાહિત્યને વિચાર કરીને બહુ જ સમભાવિ તુલનાત્મક દૃષ્ટિએ ઉપધાત ચો છે, તે માટે એઓશ્રીનો હું અને જૈન તેમજ અર્જન ગુજરાતી સાહિત્યરસિકે એટલે ઉપકાર સ્વીકારિયે તેટલે ઓછો જ છે.
ઉપદ્યાતદ્વારા, સમભાવપણું ગુમાવી બેસનારા અને ધર્મધે જૈનો પર દેવબુદ્ધિયે યા તો અન્ય કારણે પક્ષાપક્ષે અફળાતા સાહિત્યસેવકોને, ન્યાયપળે વિહરવાને ઉત્તમ માર્ગ શ્રીયુત કૃષ્ણાલાલભાઈએ બતાવ્યો છે. તે પ્રમાણે જે જૈન, વૈષ્ણવ યા શિવ વગેરે સંપ્રદાયવાળા સાહિત્યયુવકો વિચરવાને પ્રયત્ન સેવે તે અવશ્ય ગુર્જરીભાષાનો અતિવેગે સત્ય ઉત્કર્ષ થાય એ નિ:સંદેહ છે.
શ્રીયુત કૃષ્ણાલાલભાઇએ સામાન્યતઃ કેટલાક દોષ બતાવ્યા છે તે બહુ વિચારણીય છે, તો પણ તે સંબંધે ડોક ખુલાસો કરે ઉચિત ધારું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org