________________
જ્યારે સત્તર કક્કા એકત્ર થાય, અને તે વડે એક તાજ એક ધ્યાન લાગી રહે તેજ સાહિત્ય કાર્ય કરી શકાય. તેમાંયે વળી ગૃહસ્થીને શારીરિક, સાંસારિક અનેક ઉપાધિ લાગેલી હોયજ કે જેમાંથી વખત ચોરી કાર્ય કરવા બેસવું એ મહાન ઉદય હોય તેજ બની શકે. માત્ર ઋષભકવીશ્વર જેવા કઈક ગૃહસ્થજ ભાગ્યશાળી હોય કે જે અનેક ઉપાધિ હોવા છતાં સર્વોત્તમરીયા સાહિત્યની સેવા બજાવી શકે છે. ગષભકવીશ્વર જેવી સાહિત્ય સેવા બજાવવા ગૃહસ્થીઓમાંથી હજુ સુધી બીજા કોઈ ઋષભદાસ ઉત્પન્ન થયા જ નથી એ પણ નિર્વિવાદ છે. એજ હીરસૂરીશ્વરરાસમાં કવિ ઋષભદાસે પિતાની નિત્ય ચર્યા લખતાં લખ્યું છે કે –
“ સ્તવન અઠાવન ચેત્રીસ રાસ,
“ પુણ્ય પસ દીયે બહુ સુખવાસ. ૩ર “ ગીત થઈ નમસ્કાર બહુ કીધા, “ પુણ્ય માટે લિખી સાધને દીધા.” ૩૩
[આ. કા. મ. મ. ૫ મું પૃષ્ઠ ૩૨ આ મુજબ ૫૮ સ્તવન, ગહન વિષયના એક એકથી ચઢિયાતા ૩૪ રાસાઓ અને કેટલાયે સ્તુતિ નમસ્કારાદિ રચવા, એ, ભગવતી શારદમાતની પરમ દયા મેળવેલા ગષભદાસ વિના અન્ય ગૃહસ્થી કોણ કરી શકે ?
આદિમાં જણાવ્યા મુજબ છૂટક છૂટક એકત્ર કરેલી સામગ્રીને ગોઠવી પ્રજા પાસે મૂકવા હું ભાગ્યશાળી થઈ શક્યો નથી તે માટે જેટલે મને ખેદ છે, તેથી વિશેષ હર્ષ પણ થાય છે. રાસાઓના પ્રખર અભ્યાસી શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ જેટલી વિશેષ હકીકત બહાર મૂકી છે તેટલી, વિશેષ પ્રયત્ન પણ, હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org