________________
મહોદધિ મે૭ માધવાનની કથા.
असरिससंगो असमाण, विग्गहो बहूकुडुंबदालिदं । अविवेग गामवासो, पंचग्गी को जणो सहए. ॥२१३॥
ગાયન, (અથવા નાલાયક માણસ એટલે સંગીતનું રહસ્ય-આનંદ નહિ જાણનાર પાસે ગાએલું ગીત) અને કામભોગ સમયે સ્ત્રીએ કહેલી ના ના એ ત્રણે લોકોમાં માનપાત્ર-પૂજવા લાયક થતાં નથી. ૨૧ર
असदृशसंगः असमान, विग्रहः बहुकुटुंब दारिद्रम् । अविवेकी ग्रामवासः, पंचाग्निं कः जनः सहते ॥ २१३ ॥
અસદની સાથે મિત્રતા, અસમાનની સાથે યુદ્ધ, ઘણું કુટુંબ, અને દરિદ્રતા, અવિવેક ગામમાં વાસ છે. પાંચ અગ્નિ કે મનુષ્ય સહિ શકે; અર્થાત અસદશની મિત્રતા એટલે રૂપ અને ગુણામાં સરખા ન હોય તેની સાથે મિત્રતા એ રાત દિવસ હૃદયને બાળનાર છે કારણ કે જે અધિક ૨૫ ગુણવાળા સાથે મિત્રતા હોય તો તેના તરફથી તે તે બાબતમાં અવગણને થાય અથવા તેવાની સાથે મિત્રતાથી
કે તરફથી હાસ્યપાત્ર થવું પડે કે સેબત કરી પણ કાંઈ ગુણ આવ્યા? અથવા અધિક રૂપ ગુણ જોઈને પોતાના હદયમાં ઇર્ષાવૃત્તી ઉત્પન્ન થાય કે વળી આ મહારાથી ડાહ્યો ? એટલે રાત દિવસ તેના દોષાન્ત પણમાં અથવા ગુણોને અવગુણમાં બદલી નાખવાની અધમ વિચારરણુઓ ઉત્પન્ન થાય વિગેરે કારણોથી અસદશની મિત્રતા એ અગ્નિ સમાન છે.
અસમાન સાથે યુદ્ધ એટલે શરીરબલમાં વિતામાં પૈસે ટકે વિ. ગેરે બાબતોમાં અધિક હોય તેની સાથે અથવા ઓછો હોય તેની સાથે બરાબરી કરવી લડવું એ અગ્નિ સમાન છે કારણ કે બળવાનની સાથે યુદ્ધમાં ઉતરે હાર થાય તો લોકો કહે કે તે સમઝતો કે મારા કરતાં બળવાન છે તે હું હારીશ ? તેવીજ રીતે બીજી બાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org