________________
વાચક કુશળલાભ વિરચિત, આિનંદ કાવ્ય.
- - - - - ...- — — — — — કચ્છી ગળું બંધ કરી નવરંગ, મુગતા હાર છે બે સગ; સકે ગિરી કરીને ભગ, સ્તન એ વહે છે ગંગ; વાએ ઓઢણી રહી છે ઉડી, બલકે કંકણ ને કર ચડી; રૂપે રતિ તે સંભ્રમે બડી, એવી કઈ મળે નહિ રડી; વાજે નેપુર કેરે ઝણકે, અંગુઠે અણવટનો ઠણકે; અંગુળિએ વીછવાનો રણકે, બેલે મધુર ઝાંઝરિને ઝણકે;
ફુટ:--સ્નાન (નહાવું.) (૧) ચીર–એક જાતનું રેશમી પચરંગી વત્ર કે જે ઘણું કરીને લગ્ન દિવસમાં કાઠીયાવાડમાં હજુ પણ કોઈ કોઈ સ્ત્રીઓ ઓઢે છે. (૨) હાર–સોનાનો અથવા હીરાનો. (૩) તબાળ-પાન ખાવું તે. (૪) અગરજનો-શરીરે લેપ. (૫) રત્નરાખડીજેમાં લાલ રંગની ચૂતી જડેલી હોય છે ઝાલાવાડમાં આને ચણાને નામે ઓળખાવે છે તે કવિના કથન પ્રમાણે કપાળના મધ્ય ભાગમાં અને ભમરો ઉપર આવતું હોવાથી મળતું આવે છે. કવિ સોળ શણગારમાં તિલક વર્ણવતો નથી અને સંસ્કૃત કવિ તિલક વર્ણવે છે એટલે એમ સમજાય છે કે કવિના વખતમાં રૂપામાં જડિત કરાવી કપાળે આ રત્ન રાખડી–ચોદણું બાંધવાનો રીવાજ હશે એટલે તે અત્રે વર્ણવતાં તિલક માટે સ્થાન રહેતું નથી પરંતુ પ્રાચીન કાળમાં તો તિલક ચઢવાનો જ રીવાજ હશે એમ લાગે છે. (૬) માથામાં સુગંધી રંગ બેરંગી ફુલે ગુંથવાં. (૭) ગોફણો–આ શું છે તે સમજતું નથી. (૮) કેડે કંદોરો. (૯) ગળામાં ગળુબંધ આને કાઠીયાવાડમાં ટૂંપીઓ કહે છે તે સોનાના તારનો ગુંથેલો અથવા તાંબાના ગાભા ઉપર સેનું મઢીને પણ કરેલ હોય છે. (૧૦) મેતી હાર. (૧૧) હાથમાં કંકણ અને ચુડી. (૧૨) પગમાં ઝાંઝર. (૧૩) પગના અંગુઠામાં અણવટ, (૧૪) પગની આંગળીઓમાં ઘુઘરીઓવાળો વીંછુઓ. (૧૫) એાઢણું–ીને પરણતી વખત ઉપર ઓઢાડવામાં આવે છે તે.(૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org