________________
પ્રસ્તાવના અને ટિપ્પણી સહિત) નં. ૨૦; ૧૯૨૪ માં જેસલમેર, ભંડારની ગ્રંથ સૂચિ (પંડિત લાલચંદની ટિપ્પણીઓ અને વૃદ્ધિ પત્રિકા સહિત) નં. ૨૧ અને ૧૯૨૫ માં લેખપદ્ધતિ (૮ માંથી ૧૫ મા સૈકા સુધીના દસ્તાવેજોને સંગ્રહ) નં. ૧૯ તરીકે બહાર પડ્યા. હવે પાટણ જેને ભંડારના ગ્રંથોની સૂચિ (પંડિત લાલચંદની ટિપ્પણીઓ સહિત) તૈયાર થઈ ગઈ છે ને પ્રેસમાં ગઈ છે. છે. આ ઉપરાંત સંગત દલાલે જયવિજયકૃત સમેતશિખર રાસ પિતાના પિતાના સ્મરણાર્થે પ્રગટ કર્યો હતો. અરિસિંહના સુકૃતનાસંકીર્તનની અંગ્રેજી પ્રસ્તાવના તેમણે લખી હતી કે જે ગ્રંથ ભાવનગરની આત્માનંદ સભા તરફથી સં. ૧૯૭૯ માં પ્રકટ થઈ ગયેલ છે. વિશેષમાં તેમના જૂદા જૂદા લેખો વસતા આદિ પ્રસિદ્ધ માસિકામાં પ્રકટ થયા છે તે સર્વ સંગ્રહ કરી પ્રકટ કરવા યોગ્ય છે તો તે સર્વને, તેમજ તેમણે અંગ્રેજીમાં લખેલી પ્રસ્તાવનાઓનો ગૂજરાતી અનુવાદને સંગ્રહ એક પુસ્તકાકારે પ્રજા સમક્ષ મૂકી તે સદ્ગતનું. ખરું સ્મરણ રાખવા કેઈ જૈન કે જેને સંસ્થા બહાર આવે એ ઈષ્ટ છે.
વિશેષમાં તેમણે અનેક પ્રાચીન અને દુપ્રાપ્ય ગ્રંથને સંગ્રહ કર્યો હતો અને અનેક ગ્રંથમાં પોતાનાં ટિપણે ઉમેર્યા હતાં તેમજ બીજી અનેક ઉપયોગી નેંધે કરી હતી. આ તેમની “ખા. નગી લાયબ્રેરી ” ખરીદ કરી તેમાંથી શોધળની વિગતવાળું, જાણવા જેવું બહાર પાડવા માટે પણ કોઈ શ્રીમંત કે સંસ્થા બહાર પડશે તેજ તે સદગતનું સાચું સ્મરણ અને અભિવાદન કરી શકાશે.
મોહનલાલ દલીચંદ દેસાઈ - —-- ---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org