________________
૪
ટુંકામાં તેમનું સમગ્ર જીવન પ્રાચીન સાહિત્યના અભ્યાસ અને સેવનમાં નિ`મન થયું છે. તેમણે આદરેલું કાર્ય અત્યંત કીંમતી અને મહત્વનું હતું અને તેમાં જે કાંઇક થાડુ કરવાને તે શકિતમાન થયા હાય તો તે તેમને માન અને કીર્તિ આપે એવું ઉંચા પ્રકારનું અને વિદ્વત્તાભયું હતું. આપણે આશા રાખીશું કે, લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ તરફથી ગાયકવાડ પાîત્ય ગ્રન્થમાળામાં તેમના પાટણ અને જેસલમીરના ભંડારેાની તપાસના એ મેટા રિપોર્ટ સત્વર પ્રસિદ્ધ થવા વ્યવસ્થા થશે. કેમકે તેની પ્રસિદ્ધિ થયેથી તેમનું કાય કેટલું બધું ઉપયાગી અને અગત્યનું હતું તેને વાચકવર્ગને પુરતા ખ્યાલ આવશે. સ્વભાવે તે તદન શાંત અને નિરભિમાની હતા. તેમની પ્રકૃતિ આગ્રહી અને નિશ્ચયાત્મક હતી. તપસી જેવી તેમની મનેત્તિ અને ભાવના હતાં અને તેને અનુકૂળજ તેમણે પોતાને જીવનક્રમ અને વ્યવહાર રાખ્યાં હતાં. દુનિયાદારીની ચીજોની તેમને ઝાઝી પૃહા ન હતી. વળી તેમને માત કે મેટાઇની ઈચ્છા કે પરવા પણ ન હતી. સાદું, એકાંતિક, અને સંસ્કારી સાક્ષર જીવન, એક જૈન સાધુની માફક ગાળવાને તેઓ સદા તત્પર અને ઉત્સુક રહેતા એજ તેમની જીવન ભાવના અને અભિલાષ હતાં.બહુધા તે પુસ્તકાનાં વાંચન અને અભ્યાસમાં ગુથાયેલા માલમ પડતા અને કવિ ચાસરના શબ્દોમાં કહીએ તે
"of studie took he most care and most hede Nought a word spoke he more than was nede."
( કામ પુરતુંજ તે ખેલતા, બાકીનો સમય અભ્યાસ ને અધ્ય યંનની દરકાર કરવામાં ગાળતા. )
તેમ તેમણે ઉપાડેલું કામ તેમના સ્વભાવને અનુકૂળ અને યાગ્ય દિશામાં હતું. તે માટે યોગ્ય કાર્ય કરનારનીજ રાહ જોવાની હતી. લાયકને લાયક કામ મળી આવ્યુ અને સતાષની વાત છે કે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org