________________
આમોદ, જુનાગઢ, તારાપુર, ખંભાત, ખેડા, માતર, વળા, પાંચગામ, અને અમદાવાદ વગેરે સ્થળોએ જઈ આવ્યા હતા. આ પ્રમાણે સતત પ્રયત્ન કરી લગભગ ૩૦૦ કીમતી હસ્તલિખિત પુસ્તકો સેંટ્રલ લાયબ્રેરીના સંગ્રહ માટે તેમણે પ્રાપ્ત કર્યા હતાં. એ સંગ્રહની સમૃદ્ધિ અને ઉપનિતા મોટા અંશે તેમના પ્રયાસને અને ખંતને આભારી છે.
ચાલુ ઓફિસ કામ કરવા ઉપરાંત બાકીને સમય તે સાહિત્ય સેવા કરવામાં ગાળતા. જુદાં જુદાં માસિક અને પત્રોમાં વખો વખત મહત્વના લેબ, તેમજ પ્રાચીન ગુજરાતી કાવ્યો અને સુભાષિત વગેરે પ્રસિદ્ધ થવા માટે મોકલી આપતાં. વળી સાહિત્યના પ્રશ્નોની ચર્ચામાં રસપૂર્વક ભાગ લેતા. સુરતમાં ભરાયેલી પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ માટે તેમણે પાટણના ભંડારોમાંનાં જુની ગુજરાતી અને અપભ્રંશનાં પુસ્તક વિષે એક વિદ્વતાભર્યો નિબંધ લખી મોકલ્યો હતો, જે પ્રતિ વિદ્વાનનું સારું ધ્યાન ખેંચાયું હતું, તે
ગ્ય પ્રશંસા થઈ હતી. જનાર્દન રચિત ઉષાહરણ અને બિહણ કૃત ચારપંચાસિકા વગેરે પ્રાચીન ગુજરાતી કાવ્ય એડિટ કરી ચંદ્રહાસને મળતી અન્ય કથાઓ, સદવસ સાવલિગા અને (માધવકામ કુંડળા) ની કથા વગેરે જુની વાર્તાઓને એતિહાસિક અને તુલનાત્મક રીતે અભ્યાસ કરી, ગુજરાતનું સંસ્કૃત નાટક સાહિત્ય તથા પ્રાચીન ગુજરાતીને વિભક્તિ વિભાગ તથા વાકયપ્રકાશ ઓક્તિક વગેરે વિચારપૂર્ણ લેખો લખી અને કાશ્મીર મુખમંડનની અને ખંભાત શબ્દની વ્યુત્પતિની ચર્ચામાં ઉંડા ઉતરી તેમણે સાહિત્યમાં ઉપયોગી ફાળો આપે છે અને તેમની સાહિત્યસેવા બહુ ઉંચા પ્રકારની હતી, એટલું ગુજરાતના સાહિત્યના અભ્યાસીઓ સ્વીકાર્યા વગર રહેશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org