________________
૧ મી સદી જેટલાં પ્રાચીન છે. બીજા એવાં કેટલાંક અગત્યનાં પુસ્તકો છે કે જેની પ્રતે અન્ય કોઈ સ્થળે ઉપલબ્ધ નથી. અગાઉ આ બધાં પુસ્તકે પાટણના ભંડારોમાં હતાં, પણ આફતના સમયે તે નાશ પામવાની ભીતિથી સં. ૧૪૭૪ માં જિન સાધુ જિનભદ્રસૂરિએ તે ભંડારને જેસલમીર આ, જ્યાં અદ્યાપિ તેની પ્રાણની પેઠે રક્ષા થાય છે. પાટણમાં તે માત્ર નકલે રાખવામાં આવી હતી અને તેના પ્રમાણ તરીકે એટલું જણાવવું બસ થશે કે, પાટણમાંથી પ્રાપ્ત થયેલા “કાવ્યમીમાંસા” અને “હમીર મદમર્દન” ગ્રંથાની મૂળ પ્રતે રા. દલાલને અહિંથીજ પ્રાપ્ત થઈ હતી. તેમણે એ ભંડારની તપાસ એવી ખુબી અને કુશળતાથી કરી કે તેમના વર્તનથી ભંડારના રક્ષકે પ્રસન્ન થયા. એટલે સુધી કે, બધાં પુસ્તકા તેમને બતાવ્યાં, એટલું જ નહિ પરંતુ તેની બરાબર નોંધ કરવા અને કેટલાક પુસ્તકની નકલ ઉતારી લેવા ખાસ પરવાનગી આપી, જે બીજાને જવલ્લે જ મળે છે.
આ રીતે પાટણના ભંડારમાંથી નહિ મળેલાં એવાં કેટલાંક મૂળ પુસ્તકોની નક્લ કરાવી લીધી અને બીજા કેટલાંક સંસ્કૃત અને અપભ્રંશનાં નવાં પુસ્તકો પ્રાપ્ત કર્યા. જેની ટુંકી યાદી વાચકને સહેજ ખ્યાલ આવવા નીચે આપી છે –૮ટુંક રચિત વિલાસ વાખા-સંવત ૧૧૩૯, નેમનાથ ચરિત–૧૩ મી સદી.. કુલવયમાળા (ઉદ્યોતસિરિ)કૃત–સં. ૮૩૫, જયદેવ રચિત-છંદશાસ્ત્ર, (કિસ્સાહ) વાહિત જીવિત અથવા કુત્તકનું કાવ્યાલંકાર, ઈષ્ટસિદ્ધિ અને લીલાવતી કહા વગેરે.
આ તપાસ દરમિયાન તેમણે ૩૪૪ તાડપત્રનાં અને ૬૦૦૦ કોગળનાં હસ્તલિખિત પુસ્તકની નેંધ લીધી. તે સાથે સીરહી, બિકાનેર, જોધપુર વગેરે શહેરોમાં ફરી આવી પુષ્કળ માહિતી એકઠી કરી. તે સિવાય પ્રાચીન સાહિત્યની શોધખોળ માટે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org