________________
અતિ પ્રાચીન હોવાની વિદ્વાનમાં સામાન્ય માન્યતા છે અને જે પુસ્તકની અત્યાર સુધી ખાતરીપૂર્વક તપાસ અને યાદી થઈ ન હતી, તે પાટણ ભંડારમાંના કેટલાંક પુસ્તક એડિટ કરતાં એમ માલમ પડ્યું કે, તેની બીજી પ્રતો જેસલમીરના ભંડારમાં કદાચ હોવી જોઈએ. તેથી એ ભંડારોની બરાબર તપાસ થવી જોઈએ એમ નક્કી થયું. ડે. મ્યુલરે સન ૧૮૭૨ માં તે ભંડાર પ્રથમ તપામ્યો હતે. પણ તેમને માત્ર ૪૦ પિોથીઓ બતાવવામાં આવી હતી. તે તપાસમાંથી ડે. ખુલરે “વિક્રમાકદેવચરિતનું ઐતિહાસિક કાવ્ય લીધું અને પાછળથી મુંબાઈ સંસ્કૃત ગ્રંથમાળા માટે એડિટ કર્યું. તેમના પછી કેટલેક વર્ષે મુંબઈ સરકારે તે ભારની ફરી તપાસ અને નેધ કરવા પ્રો. એસ. આર. ભંડારકરને મેકલ્યા હતા. પણ તે તેમાં ફતેહમંદ થયા નહિ, તેમજ તે ગ્રંથોની જોઈએ તેવી અને પુરતી માહિતી બહાર નહિ પડેલી હોવાથી, તે ભંડારની ચોકસાઈથી અને ખાતરીપૂર્વક તપાસ અને નોંધ થવા સૈ કઈ જરૂર બતાવતા હતા. રા. દલાલને પાટણના ભંડારો તપાસવામાં અસાધારણ ફતેહ મળી હતી, તેથી તે કામ માટે ફરી તેમની જ નિમણુંક થઈ. જેસલમીરની મુસાફરીએ જવું એ કાંઈ સહેલ કાર્ય નથી. પ્રથમ તો ત્યાં જવાને માર્ગજ વિકટ છે અને રેતીના રણમાં લાંબી મુસાફરી કરવી પડે છે. વળી તે ભંડાર ગઢના કિલ્લામાં એટલે સુરક્ષિત અને સખત જાપતા હેઠળ રાખેલે છે કે તે જોવાની તક બહુ થોડાનેજ મળે છે. આવી મુશ્કેલીઓ અને અડચણે હોવા છતાં માત્ર કુનેહ, ખંત, પ્રયત્ન અને યુકિતવડે અન્યને અસાધ્ય થઈ પડેલું કાર્ય રા. દલાલે ભારે પરિશ્રમ ઉઠાવી ફતેહમંદ રીતે પાર પાડયું અને તે બદલ તેમને અત્યંત ધન્યવાદ મળે. તાડપત્રનાં જુનામાં જુના પ્રથે આખા હિંદુસ્થાનમાં માત્ર આ ભંડારમાં સચવાઈ રહેલા છે અને તેમાંના કેટલાંક પુસ્તકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org