________________
૨૦
રચિત “કાવ્યમીમાંસા', વસ્તુપાલ કૃત “નરનારાયણાનંદ” કાવ્ય અને
પાર્થપરાક્રમ” રા. દલાલે એડિટ કર્યા છે અને બીજાં ચાર પુસ્તકે (૧) હમીરમદમર્દન, રમ્યા સાલ સં. ૧૨૩૦ (૨) વસંતવિલાસ ૧૩ મી સદી, (૩) પંચમી કહા, અપશનું પુસ્તક ૧૨ મી સદી અને (૪) પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ, જેમાં ૧૨ મા, ૧૩ મા, ૧૪ મા શતકનાં કાવ્યો આપેલાં છે, જે પ્રેસ માટે નેટસ અને ઉપોદઘાત સાહત તૈયાર કરતા હતા અને તે સિવાય ૪ થા સૈકાની ઉદયસુંદરીની કથા, વત્સરાજ રચિત કર્પર ચરિત, રુકિમણી પરિણ્ય, હાસ્ય ચૂડામણિ, ત્રિપુરદાહ, કિરાતાર્જુનીય, અને સમુદ્રમંથન એ ગ્રંથનું સંશોધન અને સારી નકલે કરવામાં આવતી હતી. આ પ્રમાણે વિવિધ પુસ્તકોની તૈયારી કરવામાં તે રોકાએલા હતા. ખરી રીતે ગ્રંથમાળાની તમામ વ્યવસ્થા અને યોજના તેજ કરતા હતા. વળી નેટસ અને ઉપઘાત વગેરે લખવાં અને જુદા જુદા પાઠે તિયાર કરવા, એ બધું કામ તેમના હરતક થતું હતું, અને તે કાર્ય એટલું વિદ્વતાપૂર્ણ અને ઉંચી પ્રતિનું થએલું છે કે, પાશ્ચાત્ય અને પર્વાત્ય વિદ્વાનોએ તે ગ્રંથની મુકત કઠે પ્રશંસા કરેલી છે. તેની પ્રસિદ્ધિથી સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન સાહિત્યના ઈતિહાસ પર કેટલોક નવીન પ્રકાશ પડે છે. આવા ઉપયોગી અને કીમતી કાર્ય બદલ શ્રીમંત મહારાજ સાહેબ બેશક મગરૂર થઈ શકે અને સાહિત્ય સમાજ તેમનો જેટલે ઉપકાર માને તેટલે ઓછાજ છે. પણ તે સાથે અહીં એટલું ઉમેરવું જોઈએ કે, તે ગ્રંથમાળાની યેજના અને પ્રસિદ્ધિ ખરી રીતે રા. દલાલના સ્તુત્ય પ્રયાસનું ઉમદા અને સુંદર ફળ છે, અને તેનું માન અને યશ એક રીતે તેમને જ ઘટે છે. તેમના આ કીમતી કાર્યની કદર અને ત્રીજે વર્ષે શ્રીમંત મહારાજા સાહેબે તેમને “રાજ્યરત્ન” નો ઈલ્કાબ બક્યો હતો, તે યોગ્ય જ થયું હતું.
પાટણના ભંડારોની તપાસ આટલી બધી ફળદાયી અને મહત્વની માલમ પડ્યાથી, જેસલમીરના ભંડાર–જેમાંનાં પુસ્તકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org