________________
૧૮૫
૩૫
વિશેષમાં. કવિવર સમયસુંદરના મારા નિબંધમાં પૃ. ૩૭ અને ૩૮ પર ઉલ્લેખ પાંચ છત્રીશીઓ સંબંધમાં થોડુંક જાણવાજેવું સંતોષ છત્રીશીના અંતભાગમાંથી મળે છે તે ઉપયોગી હોઈ અત્ર ઉતારું છું. આ પૂરું પાડનાર મનિશ્રી અમરવિજય–ચતુરવિજયાદિને આભાર માનું છું:
છમ નાગોર સમાછત્રીસી, ” છત્રીસી સુલતાણજી પુણ્ય છત્રીસી સિધપુર કીધી, શ્રાવકનઈ હિત જાણી છે. ૩૨ તિમ સંતોષ છત્રીસી કીધી, લણકારણસર માંહિજી મેલ થયઉ સાહસી માહમાંહી, આણંદ અધિક ઉછાહજી. પાપગઈ પાંચાં વરસાંનું, પ્રગટયઉ પુણ્ય પહુરજી, પ્રીતિ સંતોષ વચ્ચેઉ માંહોમાંહી, વાગાં મંગલ (રજી સંવત સેલ ચશમી વરસે, સરમાંહિ રહ્યા ચઉમાસિજી, જસ સભાગ થયઉ જગમાંહે, સહુ દીધી સાબાસીજી. યુગપ્રધાન જિનચંદ સૂરીસર, સક્લચંદ તસુ સીસ, સમયસુંદર સંતોષ છત્રીસી, કીધી સ% જગીસજી. ૩૬.
આ પરથી ચાર છત્રીસીઓને અનુક્રમ ને રચના સ્થાને, સંતેષછત્રીસીને રચા સં. ૧૬૮૪ વગેરે જણાય છે. તે તે પ્રમાણે સુધારી લેવું.
કુશળલાભ ઉપાધ્યાય” પરના મારા લેખમાં પૃ. ૧૫૬ પર તેમના અગડદત રાસ સબંધી વિશેષ માહિતીનો અભાવ બતાવ્યા હલે, પણ અમદાવાદમાં ડેહલાના અપાસરાના પુસ્તક ભંડાર તપાસતાં તેમાંથી તેની પ્રત મળી આવી છે તેમાં પ્રારંભમાં પાતાના ગુરૂ અભયધર્મને પ્રણામ કરેલ છે –
પ્રાસ જિસેસર પાય નમી, સરસતિ મનિ સમરવિ,
શ્રી અભચર્મ ઉવઝાય ગુરૂ પચપંકજ પ્રણમેવિ. * * અંતમાં એમ છે કે –
સંવત આપક્ષસિંણગાર, કાંતી શુદિ પૂનિમ ગુરૂવાર, શ્રી વીરમપુરિ નયર મઝારિ, કરી ચોપાઈ મતિ અનુસારિ. ૨૧૭ શ્રી જિનચંદ્રસુરિ ગુરૂરાય, ગુરૂશ્રી અભયધર્મ વિઝાચ, વાચક કુશલલાભ મ ભણે, સુખ સંપતિ થાઓ અહતણે. ૨૧૮
અગડદત રાસ સં. ૧૬૨૫ માં વીરમપુરમાં રચાય; સ્વગુરૂ અભધર્મ જનચંદ્રસુરિતા સંતાનીય હતા એટલું વિશેષ આથી જણાય છે; તે તે પ્રમાણે સુધારી લેવું. મુંબઈ તા. ૬-૧-૧૯૨૬. મેહનલાલ દલીચંદ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org