________________
ઉપોદઘાત
આનંદ કાવ્ય મહોદધિના સાતમા મૈતિક તરીકે વિક્રમના સત્તરમા સિકામાં થઈ ગએલા ત્રણ જૈન કવિઓની કૃતિ શેઠ દેવચંદ લાલભાઇના જૈન પુસ્તકેદ્ધાર ફંડના ટ્રસ્ટીઓએ પસંદ કરી છે. (૧) વાચક કુશલલાભ વિરચિત ઢોલા મારવણની કથા ચોપાઈ; (૨)એજ કવિ વિરચિત માધવાનલ કામકુંદલા ચા પાઈ; (૩) એજ કવિ વિરચિત શ્રી સ્તંભનક પાર્શ્વનાથ-સ્તવનમ; (૪) પંડિત જયવિજય વિરચિત શુકનશાસ્ત્ર ચોપાઈ (૫) પંડિત સમયસુંદર વિરચિત ચાર પ્રત્યેકબુદ્ધ પાઈ. આમાંનાં પહેલાં બે કાવ્ય ઢેલા મારૂની કથા અને માધવાનની કથા એ નામે સુવિખ્યાત છે, અને તેમાં જૈન ધર્મ યા જન શાસન સંબંધે કાંઈપણ ઉલ્લેખ ન હોવાથી જનેતર વાચકેમાં પણ ઘણાં પ્રિય થઈ પડેલાં. ઢોલા મારૂની કથા તે તંબુરો કે એકતારો લઈ ભિક્ષા માગનાર ભીખારી પણ ગાય છે. શુકનશાસ્ત્ર ચોપાઈ એ કાવ્યને પણ જન મત સાથે કશે સંબંધ નથી. બાકી રહેલાં બે કાવ્ય ખાસ જૈનોને ઉદેશી રચાયેલાં છે.
ગુજરાતી સાહિત્યના મધ્ય યુગ અને તેની પણ પૂર્વના યુગ માટે આજથી પચ્ચીસ વર્ષ પર જે જે આભિપ્રાય બંધાએલા તે, નવાં નવાં પુસ્તકે હાથ લાગવાથી કાળક્રમે બદલાતા ગયા છે. દાખલા તરીકે, નરસિંહ મહેતાને આદિ કવિનું સ્થાન આપવામાં આવતું, અને સાથે સાથે એવો પણ અભિપ્રાય આપવામાં આવતું કે નરસિંહ મહેતાના સમય પહેલાં ગુજરાતી સાહિત્ય હતું જ નહિ, તેનો આરંભ નરસિંહ મહેતાનાં કાવ્યોથી જ થયો–એ અભિપ્રાય ભૂલ ભરેલ માલમ પડે છે. વળી વાર્તાના સાહિત્ય માટે સામળભદ્રને મુખ્ય પદ - પવામાં આવતું તે પણ યોગ્ય ન હતું એમ સમજાય છે. ખુદ પ્રેમાનંદનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org