________________
(૧૮૩) ત્રીજી જયવિજયક્ત શકુન એપાઈ નવી છે અને હજુ કયાંય પ્રસિધ્ધ થઈ નથી. ચોથી સમયસુંદરજી ત અનેક સુંદર અને રસમય કૃતિઓમાંથી અત્યાર સુધીમાં માત્ર એકજ પ્રસિધ્ધ થયેલી (પ્રકાશકશ્રાવક ભીમશી માણેક સં. ૧૯૪૧) તેજ નામે ચાર પ્રત્યેક બુદ્ધિનો રાસ તેજ સંપાદકે ચુંટી કાઢી. આને બદલે તે કવિની બીજી કૃતિ પસંદ કરી હતી તે સાહિત્યમાં એક ગણુનાગ્ય વૃધ્ધિ કરી શકાત. વળી આ સર્વે ચાર કૃતિઓનું મન માન્યું અને પૂર્વનાં મેતિક જેવું get up (રૂપ રંગ) નથી બની શક્યું. સંશોધન કેવું થયું છે તે વિવેચક વાંચકે વિચારી શકશે.
છેવટે કવિઓ સંબંધી ઉલ્લેખ કરતાં વિક્રમ સત્તરમી સદીના એક આધારભૂત સમર્થ “કવિવર સમયસુંદર” માટે મેં એક લાબ વિસ્તૃત નિબંધ ભાવનગરની સાતમી ગૂજરાતી સાહિત્ય પરિષદુ માટે લખ્યો હતો અને ત્યાં જઈ તેની સમક્ષ તેના મુખ્ય ભાગો વાંચી સંભળાવ્યા હતા; તે નિબંધ જૈન સાહિત્ય સંશોધકના ખંડ ૨ અંક ૩ માં પ્રસિદ્ધ થઈ ગયું છે અને તે પરિષદૂના હવે પછી બહાર પડવાને રીપોર્ટમાં અમુક ભાગમાં પ્રકટ થનાર છે. તે સમગ્ર નિબંધ આ મૌક્તિકના આરંભમાંજ મૂકવામાં આવ્યું છે, ને તેમાં અત્યાર સુધી મળેલી નવી હકીક્ત પણ પૂરવણું–અનુલેખ તરીકે ઉમેરવામાં આવી છે. બીજા કર્તા નામે જયવિજય અને કુશલલાભ માટે લખવાનું રા. જીવણચંદ સાકરચંદે મને કહ્યું તેથી હું શોધખોળ કરી મારાથી તેમને માટે જે કંઈ મેળવી શકાયું તે સર્વ આની પહેલાં નિવેદિત કરી દીધું છે અને વિશેષમાં સાક્ષર શ્રીમાન કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી એમ. એ. એલ. એલ. બી. મુંબઈના મેલ કોઝ કોર્ટના વડા જજ સાહેબે આ સંગ્રહ સંબંધી પિતાના સાહિત્યવિષયક વિચાર લખી આપવા કૃપાવચન આપ્યું છે. તદનુસાર તેમનું વક્તવ્ય આ પછી મુકવામાં આવશે. અનેક જન સાહિત્યની ઉત્તમ કૃતિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org