________________
(૧૮૨) શબ્દાર્થ મૂકી દેવામાં આવ્યા છે તે લાભથી વાચકને વંચિત રાખવામાં આવ્યો છે.
મારૂઢેલાની ચોપાઈ સંશોધકે જે એકજ પ્રતિ ઘણાં વર્ષો ઉપર પિતાને મળી તેની પિતે નકલ કરી લીધી હતી અને તે ઉપરથી છપાવી છે. હવે તે પ્રત કયા ભંડારની કે કયા ગામની હતી તે અત્યારે કશું યાદ નથી તેથી તે પ્રત હવે મળી શકે તેમ નથી; પણ આમાં વિલક્ષણ જેવું એ બન્યું છે કે અમુક ભાગ પદને છે ને પછી ગદ્યભાગ આવે છે અને તે ગદ્યભાગ મૂળ લેખક કુશળલાભ નથી. પઘભાગ જે છપાયે છે તેમાં ૨ ૩૮ કડી છે, જ્યારે મૂળ લેખક પદ્યના અંતે ચેખું જણાવે છે કે “ગાહ સાતસોને પરમાણુ, દુહા ચોપાઇ જાસ વખાણ' (જુઓ પૃ. ૬૫ કડી ૨૩૪) એ પરથી મૂળ સાત કડી હતી અને તેટલી કડીઓ તેની પ્રત ચાર પાંચ મારા હાથમાં આવી ગઈ તે દરેકમાં મેં જોઈ છે અને એકેયમાં ગઘભાગ મેં જેજ નથી. હમણાં મુંબઈની જૈન એસોસિયેશન ઓફ ઈન્ડિયા પાસેના ભંડારમાંથી મને એક સારી અને સંપૂર્ણ પ્રત મળેલી અને તે પરથી કાય કર્તા શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરીનું ધ્યાન ખેંચી આને બદલે ફરી તે ૭૦૦ કડી પ્રકટ થવી ઘટે અને તેમ થશે તે જ મૂળ લેખકની આ કૃતિની સુંદરતા અને હદયંગમતાનો ખ્યાલ આવી શકશે અને તજ તેને સમગ્ર સાર અને તે કાવ્યનું વિવેચન લખીને મારાથી આપી શકાશે એમ નમ્રભાવે જણાવ્યું હતું. આથી તેમણે સંશોધક પાસે આ મુદિતની મૂળ પ્રત મેળવવા પ્રયત્ન કરતાં મળી નહિ, એટલે મને લખી જણાવ્યું કે “માટે હવે અમારે વિચાર છે કે જે છપાઈ ગયું છે તેને તે પ્રમાણે રહેવા દેવું અને આપ પાસે જે પ્રતે છે તે (પરથી તે આખીનું પ્રકટીકરણ) નવાં વોલ્યુમ છપાવતી વખતે થઈ રહેશે.' આથી સમયસાર અને તે પર વિવેચન લખવાનું મુલતવી રાખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org