________________
(૧૮૧)
પ્રાસંગિક નિવેદન. આ સંગ્રહમાં સંપાદકે શકુન શાસ્ત્ર પાઈ દાખલ કરી છે તેનું કાવ્ય મહોદધિમાં કાવ્ય તરીકે શું સ્થાન છે અને તે એક મોતિક તરીકે યા તેના એક ભાગ તરીકે ગણાય કે નહિ એ વાત એક બાજુએ રાખી સંપાદકે જે કૃતિઓ અને કવિઓ આમાં દાખલ કર્યા છે તે સંબંધી અત્ર ટુંકમાં જણાવીશું. સંપાદકથી એટલું તે જાણ્યે અજાયે અવય થયું છે કે તેણે ચુંટેલી ચાર મુખ્ય કૃતિઓના ત્રણ કર્તાઓ એકજ સદીનાજ છે અને તે વિક્રમની સત્તરમી સદી. એક કર્તા કુશલલાભ વાચક તે સદીના પ્રારંભમાં થયેલા, બીજા જયવિજયજી તેના મધ્ય ભાગમાં અને ત્રીજા તે સમર્થ કવિ સમયસુંદર ગણિ ઠેઠ તેની અંત સુધી વિદ્યમાન રહેલા.
હવે ઉક્ત ચાર કૃતિઓ લઈએ તે પૈકી બે—મારૂ ઢેલા પાઈ અને માધવાનળ કામકંદલા એપાઈ સમર્થ લેક કથાકાર કુશલલાભની છે. તેમાંની બીજી સાહિત્ય નામના પ્રસિધ્ધ માસિકમાં સને ૧૯૧૪ ના જુના અંકથી શરૂ થઈ સને ૧૯૧૫ ના એપ્રિલના અંકમાં પૂરી થઈ મુકિત થઈ ગઈ છે–તેનું સંશોધન સાહિત્ય જીવન ગાળનારા
વૃધ્ધ આગેવાન અને પ્રાચીન કાવ્યમાળામાં જબરે ભાગ લેનારા રા. બ. હરવિન્દદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ કરેલું છે અને તેને સાર પણ તેમણે સાહિત્ય'ના સને ૧૯૧૪ ના જુના અંકમાં આ છે, કે જે પ્રસ્તાવના પૃ. ૧૭૨ થી ૧૭૯ પર અત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ને તે ઉપરાંત જેનસાક્ષર શિરોમણું સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલને માધવાનળ કામકંદલાની લોકકથા એ નામને ઉત્તમ લેખ પણ પૃ. ૧૫૯ થી ૧૧ માં અન્ન પ્રકટ કરવાની આવશ્યક્તા જોઈ છે. આ મક્તિકમાં તે કૃતિ પુન: પ્રસિધ્ધ થતાં જે કંઈ લાભ થયે છે તે એક પુસ્તકાકારે પ્રકટ થવા રૂપે છે. “સાહિત્યમાં આપેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org