________________
(૧૭૯) પગ મૂકો, એટલે તે માધવે છે એમ જાણી કહેવા લાગી, સ્વામીજી ! પગ દૂર કરો. એથી રાજાની ખાતરી થઈ. માધવ કેણ તે વિષે ત્રીએ કહ્યું ત્યારે રાજા હશે. પછી રાજાએ કહ્યું કે અતિ વિરહને લીધે માધવ મરી ગયો, ને તેના શબનું દહન ક્ષિપ્રા નદીને તીરે થયું. એ સાંભળતાં જ સતી શિરોમણું કામકંદલાએ પ્રાણ તળે. રાજા દુ:ખી થો ને બોલવા લાગ્યો કે, અરે મેં આ શું કર્યું ? રાજા છાનામાના પિતાની સેનામાં ગયો ને આંસુભરી આંખે તેણે કામકંદલના મરણની વાત માધવને કહી, એટલે તેને પણ પ્રાણ તુરતજ દેહ તજી ગયે. આથી રાજા કલ્પાંત કરવા લાગ્યો. સ્ત્રી હત્યા ને બ્રહ્મહત્યા મારે શીર ચોંટી. મારે પણ હવે મરવું જ જોઈએ, એમ કહી જે તે પ્રાણઘાત કરવા જાય છે, તેવાજ આગીઆવૈતાલે તેને હાથ પકડ્યો. વૈતાળે કહ્યું, વિરહમુછ છ માસ રહે છે, તે દરમ્યાન જે અમૃતધાર સીંચવામાં આવે, તે માણસ જીવતું થાય. વૈતાળે પાતાળમાં જઈ અમૃત આપ્યું તેવડે બન્નેને જીવતાં કર્યા. કામાવતીના રાજાએ વિક્રમ પાસે આવી વિનંતિ કરી કે આપ મારૂં નગર પાવન કરો. વિક્રમે આવવાનું પ્રયોજન બતાવી રાજાનું આમંત્રણ સ્વીકાર્યું. ગામમાં માટે મહોત્સવ થશે. દરબારમાં આવી વિક્રમે કામકંદલાને બેલાવી, અને એ બને પૂર્વ જન્મનાં સ્નેહી છે, માટે તેમને સુખ મળે એમ કરવા રાજાને કહ્યું. અને કામકંદલા માધવાનળને સુપરત કરી. રાજાએ કોટિ ધન માધવને આપ્યું. રાજા બન્નેને લઈ ઉજજણ આવ્યું. રાજા માધવને પિતાની પાસે રાખે ને રાજ એક લાખ ધન આપે. તેને પાંચસે મોટાં ગામ ને ઊંચાં મંદીર આવ્યાં. બને સુખવિલાસમાં દિવસ નિર્ગમન કરે અને વિક્રમને આશીષ આપે. માધવને પિતાને દેશ જઈ માતપિતા સાથે રહેવાની ઈચ્છા થતાં રાજાની તેણે પરવાનગી માગી. રાજાએ તેને બારકેટિ સેનાના દીનાર હાથી ઘોડા વગેરે પુષ્કળ આપી કટક સાથે વિદાય કર્યો. કટક જોઈ પુષ્પાવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org