________________
(૧૭૮) ગાથા તેણે ભીતે લખી, તે વિક્રમ સવારે દર્શને આવ્યા તેમની નજરે પડી. મારા નગરમાં કઈ દુઃખી નથી, છતાં આ કઈ દુઃખી પુરૂષ જણાય છે, માટે તેનું દુઃખ મારે ભાગવું જોઈએ. પ્રધાનને તપાસ કરવા કહ્યું. બીજે દહાડે બીજી અને ત્રીજે દહાડે ત્રીજી ગાથા લખેલી વિક્રમે જોતાં જ એ માણસને પોતે જે કઈ લગાડશે તેને લાખ દિનાર આપવામાં આવશે એ પડે વજડા; તે ઉપરથી નગરની એક વેશ્યા સેળશણગાર સજી મહાદેવના દેવળમાં છાની ભરાઈ રહી. ત્યાં ઘણાં માણસ સુતાં હતાં, તેમને માધવ નિસાસા નાંખ્યા કરતે હતું, તેથી ગાથા લખનાર એજ હવે જોઈએ એમ ધારી તે તેની પાસે ગઈ, અને તેની છાતી પર પગ મૂકે, તેથી તે જાણે કામકંદલા હોય એ નિદ્રામાં ભ્રમ થતાં તેણે કહ્યું, હે યારી કામકંદલા ! હૈયાથી પગ પાછા કરે ને તમારા પુષ્ટ પયોધર આગળ ધરે. વેશ્યાએ બીજે દહાડે રાજાને કહ્યું કે માધવાનળ કામકંદલાના વિરહથી દુઃખી છે.
રાજાએ તેને બોલાવી દુઃખની હકીકત પૂછી. તેણે વિરહની વાત કરી, ત્યારે રાજાએ કહ્યું કે તું પસંદ કરે તેવી સ્ત્રી તને પરણાવું, ને તું મારા રાજ્યમાં રહી સુખ ભોગવે. તેણે કામકલાના પ્રેમની વાત કહી, ત્યારે રાજા કહે તું વેશ્યાના નાદમાં શું મોહ્યો છે (વેસ્યાના અવગુણનું કવિ અહિ વર્ણન કરે છે). માધવે બહુ કહ્યું ત્યારે રાજાએ તેને મેળવી આપવાનું અભયવચન આપ્યું.
રાજા ચતુરંગી કટક લઈ માધવાની સાથે કામાવતી આવે. ગામને પાદર પડાવ નાખી કામકંદલાની પરીક્ષા માટે છાને તે તેણુને ઘેર ગયો. વેશ્યાએ બહુ હાવભાવ ગાયન નૃત્ય કરી તેને રીજવવા માંડ્યો. તેણે રતિભોગની ઈચ્છા બતાવી, પણ સ્ત્રીએ તેની
સ્પષ્ટ ના પાડી. તે વિધવા જેવી કેમ રહે છે તે પૂછતાં તેણે કહ્યું મારે કંથ પરદેશ છે, માટે વિક્રમ ત્યાં રાત રહ્યો. સ્ત્રી વિલાપ કર્યા કરે છે. પાછલી રાતે તે નિદ્રાવશ થઈ ત્યારે વિક્રમે તેની છાતી ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org