________________
(૧૩) માધવાનળની સ્થા. (માધવાનલ કામકંદલા એપાઈને સાર).
* જે કવિએ બે ચાર ઠેકાણે ઈસાર કર્યો છે, તે કર્યો ન હોત, તે આ ગ્રંથ શ્રાવક જૈન સાધુને લખેલ છે એમ માલુમ પણ ન પપ્ત; કેમકે ઇતર જૈન ગ્રંથોમાં પ્રથમ શ્રી પાર્શ્વનાથ, મહાવીર સ્વામી કે તિર્થંકરની સ્તુતિ હોય છે, છેવટ પણ તેમની વંદના હોય છે અથવા લખનાર સાધુ હોય તે પિતાના ગચ્છની હકીકત આપે છે. માધવાનળમાં તેવું કાંઈ નથી, પરંતુ અમુક ઠેકાણે દેરાસર ને કેસરનું પૂજન, દેવને જુહાર અને સમાધિ (મેલ નિર્વાણ અર્થે) જોવામાં આવે છે. વાંચનારને વસ્તુ સમજાય માટે એ કથાનો સાર નીચે આપે છે.
પૂર્વ દેશે ગંગાને કાંઠે પુષ્પાવતી નામે નગર હતું, ત્યાંના રાજાના પુરોહિત શંકરદાસના પુત્રનું નામ માધવાનળ હતું, અને તે પુત્રની શીલવતી ને પવિત્ર સ્ત્રી નામે કામકંડલા હતી.
સ્વર્ગનું ને ઇકસભાનું ભવ્ય વર્ણન કરતાં કવિ કહે છે કે તે સભામાં ઘણું અસરાએ નાટક કરતી, તેમાં સૌથી અનુપમ એવી જયંતી અસરાના નાટકનાં સુરલોકે વખાણ કર્યા, તેથી તેને ગર્વ થશે, અને તે ઈદ્રના હુકમની પણ અવગણના કરવા લાગી; તેથી ઇદ્ર એકવાર કોપાયમાન થઈ તેને હણવા જતું હતું, પણ બીજાઓએ વચમાં પડી સ્ત્રી હત્યા ન કરવા વિનવ્યું, તેથી ઇદ્ર શ્રાપ દીધે કે જા રડા તું પૃથ્વી ઉપર પાષાણુ રૂપ થઈ પડ જયંતીએ માફી માગી પણ દીધેલે શ્રાપ મિથ્યા ન થાય એમ હોવાથી મારે છૂટકે ક્યારે થશે તેની તેણીએ માગણી કરી. ઈદ્દે કહ્યું કે પુષ્પાવતને માધવાનળ તને રમતમાં પરણશે, ત્યારે તું ત્રી રૂપ ધારણ કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org