________________
(૧૭૨). છે. વિક્રમ રાજા તેની ગુપ્ત રીતે પરીક્ષા કરે છે, અને તેને પ્રેમ શુ જણાતાં કામસેન રાજાને કામકંદલા મોકલવાનું લખે છે. રાજા માનતો નથી, યુદ્ધ થતાં હારે છે પરંતુ કામસેન માધવનું કૃત્રિમ મસ્તક કરીને કામકંદલાને બતાવે છે તેથી કામકંદલા મૃત્યુ વશ થાય છે, માધવ પણ આ સાંભળી પંચત્વ પામે છે. વિક્રમ રાજા બળી મરવાને તૈયાર થાય છે. હરસિદ્ધમાતા અમૃતનું અંજન કરીને બન્નેને સજીવન કરે છે. વિક્રમ તેઓને ઉજજયનીમાં લઈ જઈ પરણાવે છે અને મેટી સંપત્તિ આપે છે. શામળભટ્ટની કથા બહુ સંક્ષેપમાં છે અને ઝાઝા માલ વગરની છે, - યુરોપીયન વિદ્વાનો આ વાતને insipid love-tale નીરસ પ્રેમવાર્તા ગણી કાઢે છે. પરંતુ ગુજરાતી વાર્તાઓ રસ ભરેલી હવા ઉપરાંત શીળનું મહાભ્ય તથા પ્રાધાન્ય પ્રતિપાદન કરનારી છે. સંસ્કૃત કથામાં, ખરું છે કે, આ વાત ભાર મૂકીને જણાવી નથી. પરંતુ માધવાનલ દોમ્પક પ્રબંધમાં તથા તેથી વિશેષ કુશળલાભ વાચકના કામકંદલા રાસમાં આ વિષય સારી રીતે દર્શાવેલ છે. માધવનું રૂપ જે કે સ્ત્રીઓનું ભાન સાન ભુલાવી દઈને તેની પાછળજ ભમાવે છે તોપણ માધવ તે સર્વ સ્ત્રીઓને મા બેન સમાન ગણે છે. તેવી જ રીતે કામકંડલા જે કે વેશ્યા છે તે પણ માધવ શિવાય અવરને લગીર પણ ચહાતી નથી. આથી બનેને પ્રેમ શીલમય તથા વિશુદ્ધ છે અને તેથીજ વિક્રમ રાજા તેઓને સંગ જોડી આપે છે. સાહિત્ય, ૧૯૧૪–આગસ્ટ અંક. પૃ. ૩૫૩ થી ૩૬૨.
–ચીમનલાલ ડા, દલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org