________________
(૧૭૧) માધવાનલ કામકંદલા રસ કુશલલાભ વાચકે બનાવે છે. આ અભયધર્મના શિષ્ય કુશળલાભ વાચક ખરતરગચ્છના સાધુ હતા તેમણે અગડદત્તરાસ, તેજસારરાસ, નવકારરાસ, મારહેલા અપઈ વગેરે ગ્રંથ રચેલા છે.
બત્રીસપુતળીની વાર્તામાં શામળભટે ૨૬ મી વાર્તા માધવાનળની આપી છે તે વાર્તા ઉપરની ત્રણ વાર્તાઓથી કેટલીક બાબતમાં
જુદી છે. મહાદેવ કાશીમાં ઘણે વખત રહ્યાથી પાર્વતીએ તેમને રંભાનું રૂપ કરીને છળ્યા. તેમનું વીર્ય નાળામાં પડ્યું. તેનાથી માધવની ઉત્પત્તિ થઈ. તેને શિવદત્ત નામને બ્રાહ્મણ ઘેર લાવ્યું. ઈદની સભામાં અસરાને મદ ચડવાથી ઇદ્ર શાપ દીધે, તે પાષાણુ થઈને પડી. આ પાષાણુની સાથે માધવે રમતમાં પરણતાં તે સજીવન થઈ. માધવનું ભ્રમરનું રૂપ કરીને અપસરા ઈદની સભામાં તેને લઈ જાય છે અને પિતાની કંકીમાં રાખે છે આથી ઇંદ્ર ફરીથી શાપ દે છે અને તેથી તે ગણિકા થઈને અવતરે છે. માધવના રૂપથી પરસ્ત્રીઓનું વીર્ય ખલિત થતું હોવાથી તેઓને ગર્ભ રહેતું નથી પરંતુ માધવ રાજાને પ્રિય હોવાથી તે બાબત કહેવાની કેઈની હીંમત ચાલતી નથી. પરંતુ એક કેટિધ્વજ શ્રેષ્ઠિની તરૂણ સ્ત્રીને ગર્ભપાત થતાં તે રાજાને ફરીયાદ કરે છે રાજા તિલપ્રયોગથી તપાસ કરે છે. ફરીયાદ સત્ય માલુમ પડતાં માધવને કાઢે છે. ઉદયસિંહની ઉદયપુરીમાં પણ પુંડરીક પ્રધાનને ત્યાં તેજ પ્રસંગ થતાં ત્યાં પણ તેજ સત્કાર મળે છે. કામાવતીમાં આવતાં રાજસભામાં જાય છે. ત્યાં કામકંદલા વેશ્યા નત્ય કરતી હતી ત્યાં તાલ મૃદંગ બજાવવામાં દોષ કાઢે છે રાજા સન્માન આપે છે. કામકંદલાના સ્તન ઉપરના ભ્રમરને પુષ્પના દડાથી ઉડાડે છે. કામકંદલાને જાતિસ્મરણ થતાં માધવને જ વરૂ એવું પણ લે છે. રાજા ગુસ્સે થઈને માધવને કાઢી મુકે છે. માધવ ઉજજયિનીમાં હરસિધ માતાના મંદિરમાં જાય છે અને દુહાએ લખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org