________________
(૧૩) સ્થાની ભાષા તરફ વિશેષ ઝોક ખાય છે તેનું કારણ એ કે તેની વાર્તાજ મૂળ રાજસ્થાનમાં જન્મ પામેલી લેકકથા તેથી તેના પ્રાચીન દુહા પણ રાજસ્થાની ભાષામાં, વળી કવિએ તેને ઉપરથી કવિતા કરી તે પણ રાજસ્થાનના જેસલમેરતા યુવરાજને માટે અને જેસલમેરમાં રહીને જ, એટલે મારવાડી ભાષાનું પ્રાધાન્ય તેમાં હેય તે સ્વાભાવિક છે.
સ્વ. સાક્ષરશ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ બી. એ. સને ૧૯૧૪ ના આગસ્ટ માસના સાહિત્યમાં પૃષ્ઠ ૩પ પર “માધવાનળ કામકંદલાની લેકકથા' એ શીર્ષક લેખમાં આ કવિકૃત મારેલા ચોપાઈ સંબંધે પણ ટુંકમાં રસભરી ભાષામાં લખી તેને અતિસંક્ષિપ્ત સાર પણ આપી દીધું છે કે –
“મારેલા ચુપઈ એ પણ એક શૃંગારરસ પૂરિત લેક કથાનો , ગ્રંથ છે. આ કથા ભાટ લેકેથી કહેવાય છે. નવરગઢના રાજા નલને પુત્ર થતું નથી તેથી પુકર (પુષ્કર) તીર્થ (કચ્છમાં)ની આ ભાષાઓને અભ્યાસ ઘણો ઓછો થયેલ છે અને આ ભિન્ન ભિન્ન ભાષાઓની વિલક્ષણતાઓ તારવી કાઢવા માટે હજુ વિશેષ શોધ અને આ ભ્યાસની બહુ અગત્ય છે. આ રાજસ્થાની ભાષાને જબરે અભ્યાસ ઇટાલીના ડા. ટેસીટોરીએ કર્યો હતો અને તેના પરિણામે પોતાના નિર્ણયે વિગતવાર બહાર પડે તે પહેલાં રાજપૂતાનામાં હમણાં એકાદ બે વર્ષ પહેલાં તેમનો સ્વર્ગવાસ થયે. હમણાં જર્મનીમાં ચાર્લોટ કલેસ નામના વિદ્વાને સંપાદિત કરેલ રાજસ્થાની ભાષામાં સને ૧૭૨૯ માં રચાયેલી શિવવર્બનકૃત “નસતારી કયા” લીઝીગની વેર્લગ ડર એસિયા મેર એ નામની પ્રકાશિની સંસ્થાએ પ્રસિદ્ધ કરેલ છે તેમાં ઘણી ટિપ્પણીઓ, વ્યાકરણ, શબ્દકોષ આપેલ છે અને ભાષાની દ્રષ્ટિએ અનેક બાબતોની સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે કે જે ઉપરથી વર્તમાન હિંદની એક ભાષાને ઘણું આગળના વખતના વિકાસમ અને પ્રાચીન સ્વરૂપ મળી આવે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org