________________
(૧૫) જે પર શ્રીમુખ સાંભલી, તે પર જોડી મેં મન રેલી (જિપરિ મઈ પરમારથ સુણ, તિણિ પરિ મઈ કીધી મનરૂલી-પાઠાંતર) દેહા ઘણુ પુરાણા છે, પઈ બંધ કીધી મેં પછે,
ઈ સોલહ સોલતરઈ– સંત સેલ પનેતરે પાઠાંતર-સેલસ સતરેતર)
અખાત્રીજિ વાર સુર ગુરૂઈ છે.
આખાત્રીજ દિવસ મનિ પર છે જોડી જેસલમેર મઝારિ, સુણતાં સુખ પામે ઈ સંસારિ ખરતર ગ૭ સુગુરૂ ગડગહઈ, વાચક કુસલલાભ ઈમ કહઈ સંભલિ સુગુણ ચતુર ગગઈ (પા.) મારવણીની એ ચઉપઈ એ સુણી એકમના થઈ સાંભલતાં પામે સંપદા, રિદ્ધિ વૃદ્ધિ સુખ સંપતિ સદા.
જેસલમેરમાં ભરી જાતના રજપુતે રાજ્ય કરતા હતા અને તે જાદવવંશી હતા અને ખુદ રાજાએ “રાવલ પદ ધારણ કરતા હતા અને તે પૈકી જેસલમેરના મહારાજા હરરાજજી થઈ ગયા છે ને તેમણે સં. ૧૬૧૮ થી ૧૬૩૪ સુધી જેસલમેરની ગાદી પર રાજ્ય કરેલ છે એ ઇતિહાસથી સત્ય જણાય છે.
મારૂદેલાની પાઈ કુશલલાભે જે ભાષામાં લખી છે તે રાજ૩-રાજસ્થાની એટલે રાજપુતાના દેશ નામે રાજપુતાનાની ભાષા. આ ભાષાની અંદર મારવાડી, જયપુરી, માલવી અને બીજી અનેક ભાષા (dialects) નો સમાવેશ થાય છે. હિંદની ભાષા પ્રમાણે વિભાગ કરતાં ( linguistic Survey) તે ભાષા એક કરેડ કે દશલાખ આશરે મનુષ્ય બોલે છે (જોકે આ સંખ્યા ખાત્રીભરી ન ગણાય કારણ કે રાજસ્થાની ભાષા અને આસપાસના મુલકની ભાષાઓ વચ્ચે સ્પષ્ટ ભેદ રખા નથી) રાજસ્થાની ભાષા બોલનારાઓનું ક્ષેત્રફળ આશરે એક્લાખ એંસીહાર ચેરસ માઈલ છે. તે ભાષા સાથે પશ્ચિમ હદની ગુજરાતી ભાષા સાથે અને પશ્ચિમ હિંદી સાથે ગાઢ સંબંધ છે અને પહેલાં રાજસ્થાની ભાષાનો સમાવેશ પશ્ચિમ હિંદીમાં કરવામાં આવતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org