________________
( ૧૪૯ )
ઢાલાને કરેલા (૮) ચરી ગયા-એટલે ખાઇ ગયા, તેથી તે હવે ક્લપુલ વિનાની નિરસ લાગે છે'. આ સાંભળી પૃથ્વીરાજે ઉત્તરમાં જણાવ્યુ કે:-‘વેલિ’નિરસ થઇ હશે તેા આ આલમરૂપી વાડીમાંથો ખીજ મકરંદ (પુષ્પસ) ભરેલાં પુષ્પાવાળાં વૃક્ષ લાવી હજૂરને ભેટ કરતાં વાર લાગશે નહિઃ’’–આ પછી પૃથીરાજ મારૂ ઢોલાની કરતાં પણ વિશેષ રસિક એક વાર્તા બનાવવા અથવા મેળવવાના પ્રયત્નમાં લાગ્યું અને છેવટે પોતે બનાવી હોય કે પછી ઓજા પાસે ચાવી હોય કે તૈયાર મેળવી હાય પણ ‘સદેવંત સાંવલીંગાની વાર્તા' ઉત્પન્ન કરી બદશાહને સભળાવી તેથી બાદશાહના ભાવ મારૂઢઢેલાની વાર્તા પરથી ઉતરી આ નવી વાર્તા પર લાગ્યા, કારણ કે તેમાં શૃંગારરસ વધારે ભરચક હતા. તે મારવાડી ભાષામાં હોવી ઘટે, અને ગુજરાતીમાં જે હમણાં જોવામાં આવે છે તે તેનુ અનુકરણ હશે એમ જણાય છે. ભરતપુરના મહારાજાના પુસ્તકાલયમાં ‘સુમુદ્ર સવલગ્યારી સાત જન્મરી વાર્તા'’એ નામની લખેલી પ્રત તેમજ જોધપુર મહારાજાના પુસ્તકાલયમાં પણ છે. અને ગદ્યપદ્યમાં એવી એક પ્ર1 નાનચંદજી યતિના ભંડારમાં તેમના સતાનીય મેહનલાલજી પાસે છે.
મારૂઢાલામાં જે શૃંગારરસ છે તે અમર્યાદિત અને અતિશય પર લઈ જવામાં આવેલા નથી પણ વિશેષ સમર્યાદ અને રોચક છે, જ્યારે સદેવંત સાવલીંગાની વાત ગુજરાતીમાં હાલ છપાઇ છે તે વાંચતાં તે તે અધમ વાર્તા અને ગુજરાતમાં સજ્જન પુરૂષોને ઘૃણા ઉપાવે તેવી લાગે તેમ છે, આમ છતાં અકબરદશાહ શૃંગારરસની કવિતાને ચાહતા હતા અને તે પરથી તેમણે પોતે તેવી કવિતાં કરી હતી તેમજ ગંગાદિ કવિ શૃંગારરસવાળી કવિતા કરી તેને પ્રસન્ન કરતા હતા તે તેા ઠીક, પણ સદેવંત સાવલીંગા જેવી હદથી ઉપરવટ જઈને વર્ણવેલા શૃંગારવાળી અધમ વાર્તાપર તે બાદશાહ મુગ્ધ થાય એ કદાચ કોઇને નવાઇ જેવું લાગશે તે તેના ઉત્તરમાં એ સ્મરણુપર લાવવા જેવું છે કે અકબર બાદશાહે ખાનગીમાં સ્ત્રીઓની બજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org