________________
(૧૮) સંગીત વિનોદ રસ લેત. આવા અનેક ગુણવાને ત્યાં આવી વસ્યા હતા. બીકાનેરના મહારાજા કલ્યાણસિંહના પાટવી કુમાર રાયસિંહજી બીકાનેરની ગાદીએ બેઠા, અને તેમના નાનાભાઇ પૃથ્વીરાજ કરીને હતા તે મહા ગુણજ્ઞ અને કવિ હતા. તેમને અકબરશાહે બોલાવી પિતાની પાસે રાખ્યા હતા. આજ પૃથ્વીરાજે ઉદયપુરના મહારાણું પ્રતાપસિંહજીને બાદશાહને શરણ નહીં થવા માટે ૧૪ દોડ લખી મેકલ્યા હતા, એ વાત જગ જાહેર છે. તેમણે અકબર બાદશાહને રીઝવવા માટે એક મારવાડી-ડોંગલ ભાષામાં અતિ શુંગારમય “કૃષ્ણ રૂખમણિ વેલિ” નામને રૂકિમણી અને શ્રી કૃષ્ણના વિવાહનો અતિ ઉત્તમ ગ્રંથ બનાવ્યો હતો અને તે હમેશાં રાત્રે કાવ્યચર્ચાસમયે બાદશાહ પાસે તેની ખાનગી મંડળમાં વંચાતું હતું. તે સમયે જેસલમેર અને વીકારવાળાને પરસ્પર વિરોધ હતો. તે વખત જેસલમેર હરરાજજીએ બાદશાહ પાસે જતાં પૃથ્વીરાજની કરેલી વિલિ' ના વખાણ સાંભળી તેમણે જ્યારે પોતે યુવરાજ હતા (એટલે સં. ૧૬૧૮ પહેલાં) અને પટ્ટાભિષેક થયું ત્યાર પછી પણ જેસલમેરના સર્વે કવિ અને વિદ્વાનોને એકઠા કરી મારૂ ઢેલાની વાર્તા” ના પ્રાચીન દેહા એકઠા કરી તેને વાર્તાના આકારમાં યથાક્રમે ગોઠવી જે ઉત્તમ ગ્રંથ બનાવશે તેને હું ઈનામ આપીશ એમ કહી કેટલાક ગ્રંથે તે વાર્તાને બનાવેલા તે પિતાની પાસે તૈયાર હતા, તેમાંથી સર્વોત્તમ જે ગ્રંથ બન્યો હતોતે બાદશાહને ભેટ ધર્યો હતે. આપણું આ કવિની મારૂઢેલાની વાર્તા કવિએ જેસલમેરમાં પૂરી કરીને શ્રી હરરાજજીને સંભળાવી હતી અને તેમની તે વાર્તાજ ઉત્તમ નક્કી કરી બાદશાહને રજુ કરી હતી. બાદશાહને તે પસંદ પડવાથી વખતે. વખત ખાનગી મંડળમાં તે વાર્તાના દોહા બેલાવા લાગ્યા. એક વખત બાદશાહે રાજને હસતાં હસતાં કહ્યું કે–પૃથ્વીરાજ ! તમારી “વિલિ' (રૂકિમણિ વેલિ નામનો ઉપરોક્ત ગ્રંથ અથવા લતા )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org