________________
(૧૪) कारापिता पूज्य श्री श्री ५ श्री श्री राजमूरि विद्यमाने उपाध्याय अभयधर्मेन प्रतिष्ठा कृता स्थिर लग्ने खरतर गच्छे।
–શ્રી ગુનાયાજીમાં. –જુઓ લેખાંક ર૭૧ અને ૧૭૬ પુરનચંદ નાહર કૃત જૈન લેખ સંગ્રહ–પ્રથમ ખંડ.
આમાં જે સંવત આપેલ છે તે સં. ૧૬૮૬ અને ૧૬૮૮ અને આ કવિની જે રચનાઓ મળી છે તેને કાલ (સં. ૧૬૧૬ થી સં. ૧૬૨૪)–એ બંનેમાં ઘણું અંતર રહે છે. તેથી આ શિલાલેખના અભયધર્મ અને કવિના ગુરૂ અભયધર્મ બંને એકજ છે એમ બહુ ભાર દઈને કહી ન શકાય, છતાં કવિ અને તેમના ગુરૂ અગર તે પૈકી તેમના ગુરૂ સં. ૧૬૮૮ સુધી જીવતા રહ્યા હોય એવું સંભવ પણ છે.
કૃતિ પરિચય
આ કવિની કૃતિઓ તરફ જોઇશું તે આ મોતિકમાં પ્રકટ થચેલી બે નામે (૧) માધવાનળ કથા-પ્રબંધ–ચરિત (અથવા માધવાનલ કામકુંડલા ચેપઈ-રાસ) રચા સ. ૧૬૧૬ કાગણ સુદ ૧૩ રવિવાર જેસલમેરમાં અને (૨) મારૂ ઢેલાની ચોપાઈ રચ્ય સં. ૧૬૧૭ વૈશાખ સુદ ૩ ગુરૂવાર જેસલમેર, ઉપરાંત (૩) તેજસાર રાસ રચ્ય સં. ૧૬૨૪ વરમપુર વિરમગામ અને (૪) અગડદા રાસ (લખ્યા પ્રત સં. ૧૯૫૩) મળી આવે છે. આ ઉપરાંતની–ટૂંકી કૃતિઓમાં સ્તંભન પાર્શ્વનાથ સ્તવન (ખંભાતમાં), ગેડી પાર્શ્વનાથ સ્તવન, અને નવકાર છંદ પ્રાપ્ત થાય છે. આ સિવાય અન્ય હોઈ શકે પણ તે આ લેખફના જાણવામાં આવી નથી. આ પરથી જણાય છે કે સં. ૧૬૧૬ અને ૧૬ ૧૭ માં જેસલમેર હતા, સં, ૧૬૨૪ માં વિરમગામમાં હતા અને તેમણે ખંભાતના સ્થંભનક પાર્શ્વનાથની, પારકરના ગોડી પાશ્વનાથની જાત્રા કરી હતી તેમને નવકાર પરને “વંચ્છિત પુરે વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org