________________
યોજના કરવામાં આવી. આમાંના ગુજરાતી વિભાગનું બધું જ કામ અને તેનું તંત્રીપદ રા. દલાલને સોંપાયું. એ ઉપરાંત સંસ્કૃત પુસ્તકનું શાસ્ત્રીય ધોરણ પર વર્ગીકરણ કરવાનું કાર્ય તેમણે હાથ ધયું અને તે કાર્ય સંપૂર્ણ ફતે મંદ થાય તે માટે દેશના જુદા જુદા વિદ્વાનને પત્ર લખી તેમના અભિપ્રાય અને સૂચનાઓ મેળવ્યાં. આ રીતે લગભગ ત્રણેક વર્ષ આ નવા લાઈબ્રેરી વિષયનું જ્ઞાન સંપાદન કરવામાં અને તેને પ્રચાર કરવામાં અને તેનું સાહિત્ય તૈયાર કરવામાં તેમણે ગાળ્યાં. ત્યારબાદ મિ. બોર્ડનની ને કરીની મુદત પુરી થવા આવી અને તેમને પાછા અમેરિકા જવાનું ઠર્યું. તે સાથે મિ. કુડાલકરે યુરોપ, અમેરિકા, જાપાન આદિ દેશમાં પ્રવાસ કરી, ત્યાંની લાઈબ્રેરી પદ્ધતિઓને જાતિ અનુભવ લઈ આવવા હજુર આજ્ઞા થઈ. દરમિયાન લાઇબ્રેરીનું કામ બીજી રીતે પ્રતિદિન વધતું અને ખીલતું જ ચાલ્યું.
એ ખાતાને પ્રથમ પ્રેસ રિપોર્ટરનું કામ સોંપાયું. અને ધીરે ધીરે પ્રેસ કટિંગ, મુખ્ય અને જાણવા જેવા લેખેની નોંધ અને સાર, બાળવાંચન વિભાગ, સરકયુલેટિંગ અને ટ્રાવેલિંગ લાઈબ્રેરીઓ, સિનેમેટોગ્રાફ અને સચિત્ર કાર્ડ દ્વારા જ્ઞાન પ્રસાર વગેરે કર્યો નવાં ઉમેરાતાં ગયાં. આ કાર્યોમાં રા. દલાલ રસપૂર્વક ભાગ લેતા. પરંતુ તેમનું મન ખરી રીતે તે પ્રાચીન સાહિત્યના સંશોધન અને સંગ્રહના કાર્ય પ્રતિજ રોકાયેલું રહેતું. સેંટ્રલ લાઈબ્રેરીને સંસ્કૃત વિભાગ તેમને સોંપવામાં આવ્યો હતો અને તેમાં સુધારાવધારા કરીને વધારે આકર્ષક–ઉપયોગી બનાવવાને તેઓ હમેશ ઉસુક રહેતા. બહાર ગામના વિદ્વાનો તે સંગ્રહને સારી રીતે લાભ લઈ શકે એવી વ્યવસ્થા તેમણે કરી. તેથી તેને બહોળો ઉપયોગ થવા માંડ્યો અને તે કાર્યમાં તેમની મદદ અને સલાહ બહુ કિંમતી થઈ પડયાં. પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોનો સંગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org