________________
પરંતુ એ ઈચ્છા ફલિભૂત થાય એ પૂર્વે જ તે સગતિ પામ્યા છે. જે તે થોડાંક વધારે વર્ષ જીવ્યા હોત તે જૈન ધમ, સાહિત્ય અને ઈતિહાસની બહુ સારી સેવા કરી શકત અને તેને દિપાવત. પણ તે આશા નિષ્ફળ નીવડી છે. ખરે ભાવી બળવાન છે.
એમ. એ. ની પરીક્ષા પાસ કર્યા પછી પિતાને મન પસંદ અને અનુકુળ થઈ પડે એવી કોઈ સારી નોકરી મેળવવાની તે તજવીજ કરતા હતા. તે દરમિયાન વડોદરામાં શ્રીમંત મહારાજા સાહેબની આજ્ઞાનુસાર અમેરિકન વિદ્વાન મિ. બોર્ડનની દેખરેખ નીચે એક લાઇબ્રેરી વર્ગ સ્થાપવામાં આવનાર છે અને તેમાં ગ્રે
યુએટોને તાલીમ લેવા પસંદ કરવામાં આવનાર છે, એવી જાહેર ખબર તેમના જેવામાં આવી. સરકારી ખાતામાં સારા પગાર ની અને ઉંચી નોકરી મળવાને સંભવ હતો પણ તેમને એમ જણાયું કે લાઈબ્રેરી ખાતામાં દાખલ થવાથી તે વધારે ઉપયોગી અને સંગીતકાર્ય કરી શકશે. તેથી બીજા લાભોની દરકાર કર્યા વગર દેશી રાજ્યની ઓછા પગારની નોકરીમાં જોડાવાનું તેમણે પસંદ કર્યું. પોતાના વિચાર અને આશય પાર પાડવાને આ ખરી રીતે તેમને એક પ્રકારનો સ્વાર્થ ત્યાગ અને આત્મભોગ હતો.
લાઈબ્રેરી કલાસમાં પ્રથમ તેમને જુદી જુદી લાઈબ્રેરી પદ્ધતિએનું અને પુસ્તકોનું વર્ગીકરણ કામ શીખવવામાં આવ્યું. આ પદ્ધતિનું જ્ઞાન ગુજરાતીમાં કેવી રીતે ઉતારવું અને દાખલ કરવું તેની વ્યવસ્થા થવા તજવીજ ચાલી. એ બાબત સહેલાઈથી સમજી શકાય તે હેતુથી, એક પ્રયોગ તરીકે તેમણે પ્રથમ ૧૦૦૦ ગુજરાતી પુરત નવી પદ્ધતિએ વગીકરણ તૈયાર કર્યું અને તે એક ચોપાનીયા રૂપે પ્રસિદ્ધ કર્યું. વળી જ્યાં ત્યાં આ નવી લા. ઇબ્રેરી પદ્ધતિનો પ્રચાર કરવા અને તેના જ્ઞાનનું સાહિત્ય ઉપન્ન કરવા, લાઈબ્રેરી ખાતા તરફથી એક લાઈબ્રેરી ત્રિમાસિક કાઢવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org