________________
૫
પરીક્ષા માટે લેવાનું તેમણે પસંદ કર્યું અને વળી તે પરીક્ષા માન ભરી રીતે પાસ કરી જે માટે ખચિત કાઇ પણ વ્યક્તિ મગરૂર થઈ શકે.
હિંદુ સંસારના રિવાજ પ્રમાણે તેમનું લગ્ન સંવત ૧૯૫૬ માં પ્રથમ વિદ્યાર્થી અવસ્થામાં થવુ પઙ્ગ તે ઘર સંસાર માંડે તે ૫હેલાં તેમની પત્ની મૃત્યુ પામ્યાં. ધર્મના સંસ્કાર અને જૈન સાઆના સ ંગે તેમના જીવનપર એવી પ્રબળ અસર કરી હતી કે, પ્રાચીને ઋષવન ગાળવાની તેમના સંસ્કારી મનમાં અભિલાષા થઇ રહેલી હતી. ધણાં વર્ષો થયાં તેમણે એ કારણે મિષ્ટ ભોજન લેવાનું ઉત્કટ બંધ કર્યુ હતુ અને ઉંચી શય્યા પર તે કદી સુતા નહિ. તેમજ જેમ બને તેમ શરીરને કસવા અને કઠિત કરવા તે પ્રયાસ કરતા. તેમણે પોતાના કુટુંબીઓને બીજીવાર લગ્ન કરવાની ના પાડી અને લગભગ આઠ વર્ષ સુધી તેએ આ વિચારને મક્કમ રીતે વળગી રહ્યા. છેવટ સગાં સંબંધી અને વડીલોના દબાણને વશ થઇ તેમણે ફરી લગ્ન કરવા કબુલ્યુ.... આવી તેમની સાધુ જેવી સરલ વૃત્ત અને સાદું પણ ઉન્નત જીવન તેમના સહવાસમાં આવનાર દરેક વ્યકિત ઉપર છાપ પાડયા વગર રહેતુ નિહ. સહેજ પ્રસગ પ્રાપ્ત થતાં તે તીર્થ યાત્રાએ નિકળી પડતા અને ગુજરાતમાં એકે જૈન તીર્થસ્થાન નહિ હોય કે જ્યાં તે ગયા નહિ હૈાય. જૈન સાધુએ તે સમાગમ તે નિર ંતર શેાધતા રહેતા, તેથી તે મડળમાં તે બહુ પ્રિય અને પરિચિત થયા હતા. પેાતાના જ્ઞાન અને વિતયથી તેમણે તે સનાં આદરમાન અને પ્રીતિ સંપાદન કર્યાં હતાં.
પ્રાચીન સાહિત્યની શેાધખાળ અને સશોધનમાં તેમણે જન સાધુએની સહાનુભૂતિ મેળવી હતી, અને તેથી તેમને પેાતાના કાર્યમાં કેટલીક સરળતા અને મદદ મળ્યાં કરતાં હતાં. તેમના સહકાર્યથી જૈન સાહિત્યના ઉત્કર્ષ કરવા તેમને ભારે હાંશ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org