________________
અને અભ્યાસ કરવામાં એકચિત અને મશગુલ રહેતા. હાનપણથીજ જૈન ધર્મના સંસ્કારની સુદ છાપ તેમના પર પડી હતી. તેમને એટલી બધી ધર્માચ્છા હતી કે, દરરોજ દેરાસરમાં દર્શન કર્યા વિના તે ભેજન લે છે નહિ. વળી જૈન સાધુઓના સંસર્ગમાં તે વારંવાર આવ્યાથી તેમનાં ધર્મશાસ્ત્રો પ્રતિ પણ તેમને ખૂબ અભિરૂચિ ઉત્પન્ન થઈ હતી, અને તે માટે તેના અભ્યાસ અને મનન કરવા માટે સંસ્કૃતનું જ્ઞાન તેમને આવશ્યક જણાયું. પછી ઉપાશ્રય પાઠશાળામાં તેમણે સંસ્કૃત-સિદ્ધાંત મુદીને અભ્યાસ ચાલુ કર્યો. કોલેજના અભ્યાસ ઉપરાંત તેઓ આ દુઈટ વિષયને પણ ખેડતા જતા હતા. કોલેજને અભ્યાસ પુરો થતા થતામાં તે તે સંસ્કૃતમાં પારંગત થયા. આરંભથી જ તેમને સંસ્કૃત ભાષાનો શોખ હતો અને ફુરસદના વખતે સંસ્કૃત, પ્રકીશું વાંચન અને નવીન ક રચના વગેરે કરતા હતા. તે જ્યારે પ્રિવિયસ કલાસમાં હતા તે વખતે જ તેમણે પ્રો. દારૂવાળાના માનમાં સુંદર સંસ્કૃત કલેકોમાં તેમની પ્રશરિત બનાવી, સર્વેની શાબાશી મેળવી હતી. યુનિવર્સીટીની પરીક્ષાઓ પાસ કરવામાં તેમને આ અભ્યાસ અને જ્ઞાન મોટી મદદરૂપ થઈ પડતાં હતાં. સન ૧૯૦૮ માં તેમણે એચ્છિક વિષય તરીકે ઈગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય પસંદ કરી, બી. એ. ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી અને કોલેજના બધા વિદ્યાથીઓમાં તે ઉંચે નંબરે આવવાથી એક વર્ષ માટે તેની કિગ ફેલ તરીકે નિમણુંક થઈ. વળી તે વર્ષે એમ. એ. ની પરીક્ષા માટે તેમણે વાંચવા માંડયું. સંસ્કૃતવ્યાકણ લઈ એમ. એ. ની પરીક્ષા પાસ કરનારાઓની સંખ્યા જૂજ છે અને કેટલાક વર્ષોથી તે વિભાગમાં કોઈએ પરીક્ષા આપી નહોતી એટલે બધે તે વિષય કઠીન મનાય છે, છતાં પોતાની શકિત અને અભ્યાસમાં વિશ્વાસ રાખી, તેજ વિષય એમ. એ. ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org