________________
આવા દુઃખના પ્રસંગે પ્રભુમાં અચળ શ્રદ્ધા રાખ્યા વિના આપણે. શાંતિ કે આશ્વાસન બીજી કઈ રીતે લઈ શકીએ તેમ નથી, પ્રભુ ની લીલા વિચિત્ર અને અકલિત છે છતાં એટલી ખાતરી છે કે તે શરણાગતની વહારે ચઢે છે જ.
ભાઈ ચીમનલાલનો જન્મ સન ૧૮૮૧ ના ચૈત્ર માસમાં ખેડા માં થયો હતો. તેમનું કુટુંબ વચલા વર્ગનું-સાધારણ સ્થિતિ ! પણ કુળવાન હતું. તેમના પિતાશ્રી રા. ડાહ્યાભાઈ સાંકળચંદ શાહ વેપાર અર્થે અમદાવાદમાં ઝવેરીવાડામાં આવી વશ્યા હતા અને તે રૂની દલાલીને ધંધો કરતા. સામાન્ય રીતે વેપારી અને વણિક વર્ગમાં ઉંચી કેળવણી લેવા માટે ઝાઝે ઉત્સાહ કે લાગણી દેખાતાં નથી. વ્યવહારીક જ્ઞાન અને દુનિયાદારીનું ડહાપણ પ્રાપ્ત કરવાં એ તેમનું અંતિમ લક્ષ્ય હોય છે, પણ રા. ડાહ્યાભાઈપર જુદા પ્રકારના સંસ્કાર પડ્યા હતા. કાંઈક અગવડ વેઠીને પણ યુનિવરસીટીનું ઉચું પણ ખર્ચાળ શિક્ષણ પોતાના પુત્રોને આપવું એવી તેમના મનમાં ભારે ઉમેદ હતી અને પ્રભુ કૃપાથી તે બર આવી હતી. તેમના મોટા પુત્ર રા. વાડીલાલે મેટ્રિકયુલેશનની પરીક્ષા પસાર કરી સંતોષ માન્યો અને આગળ અભ્યાસ કર્યો નહિ પરંતુ બીજાવચલા પુત્ર ભાઈ ચીમનલાલની મનોવૃત્તિ અને વલણ ન્હાનપણથી જ અભ્યાસ પ્રતિ વિશેષ હતાં અને જીંદગીભર તેમણે એક સાચું વિદ્યાર્થી જીવન ગાળ્યું હતું. નિશાળને તેમને અભ્યાસ શરૂઆતથીજ યશસ્વી હતો અને તેમની બુદ્ધિ અને હોંશિયારીનાં વખાણ થતાં. પહેલે વર્ષે જ મેટ્રિકયુલેશનની પરીક્ષા તેમણે ટંકશાળની ન્યુ ઈગ્લિશ સ્કુલમાંથી સારે નંબરે પાસ કરી. તે પછી ગુજરાત કોલેજમાં દાખલ થયા. મૂળથી તેમને સ્વભાવ તદ્દન શાંત અને એકમાર્ગી હતે. એકલા રહેવું અને હરવું ફરવું તેમને વિશેષ પસંદ હતું. વિદ્યાર્થીઓમાં તેઓ ઝાઝા ભેળાતા નહિ અને વાંચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org