________________
હતી પણ એટલા ટુંક સમયમાં તેમણે પિતાના વિષયમાં એટલે કાબુ અને નિપુણતા મેળવ્યાં હતાં કે, તેમની સાથે કોઈપણ મહ-ત્વના વિષયપર-ખાસ કરીને પ્રાચીન સાહિત્ય અને ઈતિહાસ પરવાતચિત અને ચર્ચા કરવી એ તે ખરેખર આનંદદાયક થઈ પડતું અને તેમની વિદત્તા અને જ્ઞાન માટે, બેશક માન ઉત્પન્ન થતું. વળી તે માટે તેમની તૈયારી એટલા ઉંચા પ્રકારની હતી અને તેમની માહિતી અને સાધન એટલાં બહોળાં હતાં કે તેમના આરંભના પ્રયાસ પણ વિદ્વાનોના આદરને પાત્ર થઈ ભારે પ્રશંસા પામ્યા હતા; તેમ તેમણે હાથ ધરેલ વિષય એટલે મહત્વનો અને ઉપયોગી હતો કે, સાહિત્યના અભ્યાસકે તેના પરિણામ માટે આતુરતાથી રાહ જોતા હતા. તેમના કાર્ય માટે એવી સામાન્ય માન્યતા બંધાઈ હતી કે આગળ જતાં તે પ્રાચિન ઇતિહાસ અને સાહિત્ય પર કંઇક નવીન અને વિશેષ પ્રકાશ પાડવા શકિતમાન થશે અને તેમનું કાર્ય સારી રીતે દીપી ઉઠશે, તેમ તે સારી નામના અને યશ પ્રાપ્ત કરશે. પણ તે આશાઓ ફળીભૂત થાય તે પહેલાં પ્રભુએ તેમને પોતાની સમીપ બોલાવી લીધા છે.
જનસમાજ જેમનાં કાર્ય અને સેવાથી સંતુષ્ટ અને પ્રસન્ન હતો અને જેમના ઉમદા ગુણો અને ઉચ્ચ બુદ્ધિમત્તા માટે નવીન ગુજરાત મગરૂર થઈ શકે એમ હતું એવા નવ યુવકે, ભાઈ રણજીતરામ, ભાઈ ભોગીન્દ્રરાવ, ભાઈ ઠાકોરલાલ પંડયા, ભાઈ અંબાલાલ-ચરોતર કેળવણી મંડળીવાળા અને ભાઈ શિવભાઈ, એ સઘળાને ટુક મુદતમાં એક પછી એક અકાળ મૃત્યુ પામેલા નિહાળી આપણે નિરાશાના શોકસાગરમાં ડુબી ગયા હતા, અને તેમને ના ઘા અને વેદના હજી તાજાંજ હતાં એટલામાં તે ભાઈ દલાલે અન્ય સૃષ્ટિમાં પ્રયાણ કર્યું છે, તેથી આપણને અત્યંત નુકશાન પહોચ્યું છે અને આપણી સ્થિતિ ખરેખર લાચાર થઈ પડી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org