________________
૧૮
કરવા અને તે માટે નવાં નવાં પુસ્તકે મેળવવાનું કામ શરૂઆતથી થયા કરતું હતું અને તે વિભાગમાં મિ. દલાલના ખંત અને ચાલુ ઉદ્યોગના પરિણામે બહુ ઉપયોગી પ્રાચીન ગ્રંથનો ઉમેરો થયો. અત્યારે એ સંગ્રહને જે મહત્તા ને કીમતીપણું પ્રાપ્ત થયાં છે, તે વાસ્તવિક રીતે તે મિ. દલાલના શ્રમ અને ખંતને જ આભારી છે. આમ માત્ર સંગ્રહ કરવાથી તેમ છતાં તેમને પુરતે સંતાપ થયે નહિ, તેથી વધુ શોધ અને તજવીજ થવા તેમણે એક ટિ. ૫તૈયાર કર્યું. મે. દિવાન સાહેબ આગળ તે રજુ કરવામાં આવતાં તેમણે પાટણના જુના જૈન ભંડારોની તપાસ કરી, તે વિષે એક સવિસ્તર રિપોર્ટ કરવા મિ. દલાલને ખાસ હુકમ આછે. મિ. દલાલને કાર્યો અહિથી નવીન સ્વરૂપ ધારણ કર્યું. અને તે મૃતપર્યંત તેમણે અવિચ્છિન્ન રીતે ચલાવ્યું તેમના ભગીરથ અને અવિશ્રાંત શ્રમનું પરિણામ બહુ સુંદર આવેલું સર્વ કોઈ સ્વીકારે છે.
ત્રણ માસ તે પાટણમાં રહ્યા. છતાં એટલા ટૂંકા સમયમાં તેમણે ૧૧ ભંડારેની તપાસ કરી. એ ભંડારોમાં આશરે ૧૩૦૦૦ કાગળ પર અને ૫૮ તાપત્ર ઉપર લખેલાં પુસ્તક હતાં. એ પુસ્તક મિ. દલાલે ખૂબ ધ્યાનપૂર્વક અને બારીકાઈથી તપાસ્યા અને ખંભાતના ભંડારો તપાસી ડો. પિટરસને એક સવિતર રીપેર્ટ કર્યો હતો તેમ અને તે પદ્ધતિ પર તમામ પુસ્તકોની વિગતવાર નોંધ કરી અને તેમાંને ઉપાણી અને કામની પુસ્તકાની નકલ ઉતરાવી, મિ. દલાલે પિતાને કાયને પાર ઉર્યું. આગળ છે. બુલર, ડો. ભાંડારકર, છે. પિટરસન અને પ્રે. માગલા લ નભુભાઈ વગેરે પ્રસિદ્ધ વિદ્વાન પાટણના ભંગરોની મુલાકાત લઈ ગયા હતા. પરંતુ તેઓ એ ભડ રો પુરેપુરા તપાસી શકયા ન હતા, તેમ તેમાંના ઘણાં પુસ્તકા–ખાસ કરીને તાડપત્ર ઉપર લખાયેલાં ગુપ્ત રાખવામાં આવ્યાં હતાં, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org