________________
(૧૩૬)
કાદમ્બરીના પ્રથમ ખંડપર ટીકા, વિવેકવિલાસપર વૃત્તિ સં. ૧૬૭ , સારસ્વત વ્યાકરણપર વૃત્તિ, ભસ્તુતિ ટીકા આદિ છે રચ્યા છે.
કુલ તેમના શિષ્ય પરિવારમાં સિદ્ધિચંદ્ર સર્વથી અગ્રણી, અને સમર્થ વિદ્વાન હતા. આ સિદ્ધિચકે ભાનચંદ્રના ગ્રંથોમાં ઘણી સહાય સંશોધનાદિમાં આપી છે. ઉક્ત વસંતરાજપરની ટીકા પણ તેમણે શોધી હતી. તેઓ શતાવધાની હતા તેથી તેમને અકબર બાદશાહે ખુષ્ફહેમ (એટલે કે જેની બુદ્ધિ ખુષ્ક એટલે સારો છે એવું “સુમતિ) નામ આપ્યું હતું. ભાનુચંદ્ર અને સિદ્ધિચં–બંને ગુરૂ શિગે બાણભટ્ટની વિશ્વવિખ્યાત કાદંબરીની પ્રસિદ્ધ ટીકા (એકે પૂર્વભાગની અને બીજાએ ઉત્તર ભાગની) સંસ્કૃતમાં રચી છે. સિદ્ધિચકે માનતુંગસૂરિના ભકતામર
સ્તોત્રપર સંસ્કૃતમાં વૃત્તિ પણ રચી છે અને વિશેષમાં રચેલા અન્ય ગ્રંથ-ધાતુમંજરી, વાસવદત્તાપર વૃત્તિ, અનેકાથનામમાલા વૃત્તિ, શોભનસ્તુતિ વૃત્તિ લે. ૨૨૦૦ રચેલ છે ( જુઓ જૈનગ્રંથાવલી)તે ઉપરાંત પિતાની ભકતામરવૃત્તિમાં પિતાનાજ રચેલા ગ્રંથમાંથી કાવ્યના ઉતારા લીધા છે તે પરથી જણાય છે કે વૃધ્ધ પ્રાપ્તિરત્નાકર, અને પોતાના ગુરૂ મહોપાધ્યાય શ્રી ભાનુચંદ્રગણનું ચરિત્ર પણ રચેલ છે. સિદ્ધિચંદ્ર ફારસી ભાષાના પણ એક સારા વિદ્વાન
૮. આ વૃત્તિના મંગલાચરણમાં પિતાની પ્રશંસા રૂપે સિદ્ધિચઢે આ રીતે પરિચય આપે છે –
कर्ता शतावधानानां विजेतोन्मत्तवादिनां । वेत्ता षडपिशास्त्राणामध्येता फारसीमपि ॥ अकबरसुरत्राण हृदयांबुजषट्पदः । दधानः पुष्फहामति बिरुद शाहिनार्पितं ॥ तेन वाचकचन्द्रेण सिद्धिचंद्रेण तन्यते । भक्तामरस्य बालानां वृत्तिर्युत्पत्तिहेतवे ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org