________________
(૧૩૨) આ પૈકી વસંતરાજ શાકુન ગ્રંથ તેના પરની ભાનુચંદ્રગણિની ટીકા, તથા તેના હિંદી ભાષાંતર સહિત સં. ૧૯૪૦ માં મુંબઈ જગદીશ્વર શિલાયંત્રાલયમાં પ્રસિદ્ધ થયે છે. તેમાં જણાવ્યું છે કે વિજયરાજના બે પુત્ર નામે શિવરાજ અને વસંતરાજ થયા તે પૈકી વસંતરાજ પૃથ્વીમાં વિખ્યાત થયા. તેને મિથિલા પુરીના રાજા ચંદ્રદેવે પ્રાર્થના કરી તેથી ભય વસંતરાજે માહેશ્વરસાર અને સહદેવકૃત શાસ્ત્રમાંથી અને બૃહસ્પતિ ગર્ગ શુક ભગુ આદિના શાસ્ત્રમાંથી સાર ગ્રહણ કરી આ ગ્રંથ કર્યો. આમાં ૨૦ વર્ગ છે. ૧ શકુનનાં વખાણ ૨ શાસ્ત્રસંગ્રહ-વર્ગોને અનુક્રમ ૩ અભ્યર્ચન-પૂજન ૪ મિશ્રિતશકુનના અનેક ભેદ ૫ શુભાશુભ ૬ મનુષ્યનાં શકુન ૭ પિદકીનાં શકુન ૮ પક્ષીઓને વિચાર ૯ ચાખ એટલે નીલકંઠનાં ૧૦ ખંજનનાં ૧૧ મલ્લારીનાં ૧૨ કાકનાં ૧૩ પિંગલિકાનાં ૧૪ ચતુષ્પદનાં ૧૫ ભમરાદિકનાં ૧૬ લાલ કાળી કીડીનાં ૧૭ પલ્લી-છાપકલીનાં ૧૮ શ્વાનનાં ૧૯ શિવા નામની શૃંગાલીનાં શકુન ૨૦ શાસ્ત્ર પ્રભાવ.
આ વસંતરાજ શાકુનપર સંસ્કૃત ટીકા લખનાર ભાનુચંદ્રગણિ એક સમર્થ જૈન ઉપાધ્યાય થઈ ગયા છે. તે ટીકાને અંતે જણાવે છે કે –
वसु वह्रि वहि चंद्रेष्वा श्वयुजी पूर्णिमा तिथौ रचितः । शकुनानामुध्धारोऽभ्यासवशादस्तु चिद्रूपः ॥४३॥ श्री अजितसिंहसूरीणामन्तेवासिना कृतः । માજીકૂળધાર નાનાં રિટ રટા
--संवत् २५४४ वर्ष फाल्गुन सुदि १२ रविवासरे મારાપુર મુo મમૂર્તિ ત્રિવિત (સાગર ભંડર પાટણ)
આ ગ્રંથ મૂલમાં “શ્રી શાકુનસાધાર:' એ નામથી વિ. સં. ૧૯૭૪ માં જામનગરવાળા પંડિત શ્રાવક હીરાલાલ હંસરાજે પ્રકટ કરેલ છે. પૃષ્ટ ૪૭ ને મૂલ્ય રૂપી એક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org