________________
(૧૩૮) શ્રી જિનપ્રાસાદ રચાવે, બિંબ પ્રતિષ્ઠ. એ કરાવે દેસ જિમાડી રંગરેલ, ઉપરી દીધાં ફરી તેલ અનુક્રમે ઉજેણે પહતા, ભાગા સવે કુમતિ અધતા.
(કલ્યાણવિજયજી રાસ) આમાં આંતરીઆ પાર્શ્વનાથ જણાવેલ છે તે અંતરીક્ષ પાર્શ્વનાથ નહિ, પણ આંતરી ગામ કે જે ડુંગરપુરથી લગભગ ત્રણ ગાઉ ઉપર આવેલું છે ત્યાંના પાર્શ્વનાથ. ડુંગરપુરમાં પાર્શ્વનાથની સ્થાપના ઉક્ત જૈન મંત્રી સાહુલે કરાવી હતી એવું આંતરીના શાંતિનાથ મંદિરમાં ૪૯ કેને એક લેખ કે જે સં. ૧૫૨૫ ના વૈશાખ વદ ૧૦ ગુરૂવારને લખાયેલું છે તે રાયબહાદુર પં. ગેરીશંકર હીરાચંદ ઓઝાએ ઉતારેલો તેમાં જણાવ્યું છે કે – श्री साहाभिधसाधुरेष सचिवोचसश्चतुर्बुध्धिमान् । चैत्योधारकमकारयद् गिरिपुरे श्री पार्श्वनाथनमोः।।
–ચાર બુદ્ધિવાળા સચિત્તમ સાહ સાહુલે ગિરિપુર (ડુંગરપુર) માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરને ઉધ્ધાર કરાવ્યું.
હાલના ડુંગરપુર રાજ્યની સીમા ઉત્તરે ઉદયપુર, પૂર્વે ઉદયપુર અને વાંસવાડા, દક્ષિણે પ્રતાપગઢ અને મહિકાંઠા, અને પશ્ચિમે મહિકાંઠા અને ઉદયપુર છે. રાજધાની ડુંગરપુર એક પહાડની જડમાં વસેલું છે તે પહાડની ઉંચાઈ ૭૦૦ ફુટ છે અને તેના ઉપર ગઢ બાંધેલ છે. આ પ્રમાણે ડુંગરપુરનું વર્ણન થયું. ] તસ ઘરિ ગાંધી સંઘ પ્રધાન, પર ઉપગારી ન ધરઈ માન, પુત્ર પિત્ર કરાઈ નિતુ કેલિ, મંગલીકની વધતી વેલિ. ૩૪૧ સંઘરત્નપુત્ર જોગીદાસ, શુકન શાસ્ત્રનું કરઈ અભ્યાસ, તેહનઈ ભણવા કોજિ કરી, પ્રતિબંધ ઉપઈ એ ખરી. ૩૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org