________________
(૧૨૯ ) થયો હતો. જુઓ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૧ અંક ૩ માં આપેલ વીરવંશાવલિ પૃ. ૪૯ અને ૫૦. ઉક્ત લક્ષ્મીસાગરસૂરિના વર્ણન રૂપનું ગુરૂગુણરત્નાકર કાવ્ય છે તેમાં પણ ત્રીજા સર્ગના ૩– ૪ લેકમાં ઉક્ત ગિરિપુર અને આ સાલ્ડના સંબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છેअत्र प्रथममुकेशज्ञातीय साह. साल्हविहितविस्तरः प्रोच्यते ।
प्रासादसौधर्धि विधूतताविषच्छायाभरे श्री गिरिपूर्वके पुरे । श्री सोमदासावनिजा निमंत्रिणा धर्मिष्ठधुर्येण च साहु साधुना ॥३॥
खाक्षिक्षमा(१२०)मानमणोरूपिचला निर्मापिता या जिनमूर्तिरुज्ज्वला । तस्याः परस्या अपि बिम्बसन्तते
श्चक्रे प्रतिष्ठा प्रथमं महेन यैः ॥४॥ -મંદિર અને મહેલેથી હરાવેલ છે સ્વર્ગ જેણે એવા ગિરિપુર (ડુંગરપુર) માં સેમદાસ રાજા (ઉપર જણાવેલા છે તે) ના મંત્રી સાહુ સાધુએ પિત્તલની ૧૨૦ આંગુલ પ્રમાણની મૂર્તિ બનાવી અને તેની તથા બીજી પ્રતિમાની શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
ઉપર જણાવેલ કલ્યાણવિજય ઉપાધ્યાયે પણ વાગડ દેશમાં જઈ આંતરીઆ પાર્શ્વનાથને પ્રણમી ત્યાંના દાણી કીકાભર પાસે બિબ પ્રતિષ્ઠા કરાવી હતી ને ત્યાંથી તેઓ ઉજેણે પહોંચ્યા હતા. “વાગડ દેશે સંચરીઆ, પ્રણમ્યા દેવ તરીઆ કીકાભર દેસ દાણી, શ્રવણે સુણ ગુરૂ વાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org