________________
(૧૧૮ ) ગાંધીનું કાર્ય કરનાર સંઘમાં મુખ્ય-અગ્રણી એવા એક સંઘરત્નના પુત્ર જોગીદાસના ભણવા માટે–અભ્યાસ માટે આ કૃતિ રચી છે.
આમાંનું ગિરિપુર તે હાલનું ને તે વખતનું પણ ડુંગરપુર; કે જેને ચિતોડના રાવલ વંશના રાવલ વીરસિંહે પિતાના પિત્ર ડુંગરસિંહના નામ પરથી વસાવ્યું હતું. ડુંગરસિંહજી પછી કર્મસિંહ, કાન્હડદેવ, પત્તાજી, શેવાળ, સોમદાસજી, ગંગાસિંહજી થયા; ત્યારપછી ઉદયસિંહ પહેલા થયા કે જે સં. ૧૫૮૪ માં મહારાણા સંગ્રામસિંહજી સાથે બાબરનું બયાના પાસ યુદ્ધ થયું તેમાં લડતાં સ્વર્ગસ્થ થયા. પછી તેને પુત્ર પૃથ્વીરાજ બેઠે કે જેની સાથે નાના ભાઈ જગમાલને અણબનાવ થતાં ગુજરાતના બાદશાહે ચડાઈ કરી મોટાને દબાવી નાના ભાઈને અધું રાજ્ય અપાવ્યું કે જે અધું રાજ્ય વાંસવાડાનું ત્યારથી જૂદું થયું. પૃથ્વીરાજ પછી આસકરણજી, અને તેના પછી સહસમલજી થયા તેજ ઉપરોકત પ્રશસ્તિમાં વર્ણવેલ સહસ્ત્રમલજી, અને ત્યારપછી કર્ણસિંહજી થયા તે ઉપર વર્ણવેલા યુવરાજ; ત્યારપછી પુંજાજી, ગિરિધરજી, અને જસવંતસિંહજી થયા. આ જશવંતસિંહજીના રાજ્યમાં ભીમાશાએ ધૂળેવ-કેશરીઆ સંઘ કાઢયે હતે. (જુઓ ભીમ ચેપઈ રચા સં. ૧૭૪૨ એ. રાસ સંગ્રહ ભાગ ૧ કે જેમાં વાગડદેશગિરિપુર-ડુંગરપુર ને રાજાનું સારું વર્ણન કર્યું છે.)
વિશેષમાં ઉપરોક્ત વાગડ દેશ અને તેના ગિરિપુર નગર સંબંધે કહેવાનું કે સં. ૧૫૧૫ માં ગચ્છનાયક પદ પામેલા તપગચ્છના ૫૩મા પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિના માટે પટ્ટાવલિમાં જણાવવામાં આવ્યું છે કે તે “સૂરીના ઉપદેશ થકી વાગડદેશિ ગિરિપુર નગરે સા. સાહે શ્રી ગંભીરા પાસને પ્રાસાદ નિપજાવ્યા. '' આ પરથી તે નગરમાં ગંભીરા પાર્શ્વનાથનું મંદિર પણ હેવું જોઈએ. આ વાગડ દેશમાં વઢીઆર નામનું પણ નગર આવેલું છે કે જ્યાં તપગચ્છના આચાર્ય શ્રી સોમદેવસૂરિ (ઉત લક્ષ્મીસાગરસૂરિના સમકાલીન) નો સ્વર્ગવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org