________________
(૧૭) મુપત્તિ સઝાયને અંતે એમ પણ છે કે – શ્રી જયવિજય પંડિતો સીસ, મેરવિજય તસ નામે સીસ.
નવવાડ સ, તેણે “સંવત સત્તર કર શ્રાવણ માસે'-અકબરપુરમાં રચી છે. + આ ચિન્હ મુદ્રિત થયેલ છે એમ સૂચવે છે.
રચનાસ્થલ.
આ ચેપઈનું રચતાસ્થલ વાગડ દેશમાં આવેલા ગિરપુર પ્રશસ્તિમાં જણાવ્યું છે કે જ્યાં તે વખતે (સં. ૧૬૬૦ માં) રાજા સહસ્ત્રમલ રાવલ કરીને રાજા હતા ને જે રાજાને કર્મસિંહ નામનો વિદ્યાસંપન્ન પુત્ર હતો. કચ્છમાં વાગડ દેશ કરીને છે તે આ વાગડ દેશ નથી. ગિરપુર-પર્વતપુર-નગપુર એ અભિધાનને લાગુ પડે તે ડુંગરપુર છે. આ વાગડ દેશ-ગિરપુર–ત્યાંનો રાજા અને પાટવી કુંવરનું વર્ણન કવિ આ પ્રમાણે આપે છે. વાગડ દેશ વયાગર નામ, રાજધાનીનું રૂડું ઠામ, જીહાં ષટ દર્શનના વિશ્રામ, દેશમધ ગિરિપુર વલી ગામ. ૩૩૭ ગઢ મઢ મંદિર પિલિ સુચંગ, જૈન શિવ પ્રાસાદ ઉનંગ, રાજ કરઈ રાજા ગુણનિલ, દાંતી માની ભેગી ભલઉ. ૩૩૮ કવિતા શ્રોતા વિગતા (વક્તા) જાણ, સૂરવીર ધીર ગુણ ખાણિ, સહસમલ્લ રાઉલ ભૂપાલ, પ્રથવી પ્રજા તણઉ પ્રતિપાલ. ૩૩૯ તસુ સુત કુયર કર્મસિંહ જેહ, ચઉદ વિદ્યા ગુણ જાણુઈ તેહ, કીરતિ તેજ અનઈ પરિવાર, શતશાખા વાધઈ વિસ્તાર. ૩૪૦
–મુંબઈની જે. એ. ઇડિયા પાસેની એક સારી પ્રતમાંથી) વાગડ દેશની રાજધાની ગિરિપુર-ડુંગપુરમાં રાજા સહસમલ્લ રાવલ અને યુવરાજ કર્મસિંહ હતા.
વિશેષમાં આ કવિ જણાવે છે કે ઉપરોકત રાજાના દરબારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org