________________
(૧૨૬) સામ્યને લીધે ઉપયુક્ત ત્રણે જયવિજયને એક માનવાની ભૂલ થયેલી જણાય છે. ત્યાં શોભન સ્તુતિ ટીકા સં. ૧૬૪૧ માં રચી જણાવી છે, પરંતુ તે યુક્ત લાગતું નથી.”
મારું અનુમાન એ છે કે ઉપરના ત્રણે જયવિજય અમુક અમુક કૃતિમાં પિતાના ગુરુ તરીકે જુદા જુદા ગુરૂ જણાવે છે છતાં એ બધા સમકાલીન છે, બધાને પોતાના પર ઉપકાર છે તેથી કદાચ ત્રણે જયવિજય એક પણ હોય, યા તે પૈકી બે એકજ હોય. આ સંબંધી સંપૂર્ણ ગવેષણ તે તેના દરેક ગ્રંથ જેઈ કરવાની રહે છે.
સં. ૧૬૬૪ માં શોભન સ્તુતિ વૃત્તિના રચનાર આ જયવિજય ગણુએ તે તે વખતે તેમની ઉંમર ૩૦ ની ગણીએ, અને સં. ૧૬૭૦ માં તેમણે સપ્તતિ સ્થાનક વૃત્તિ શોધી છે એટલે તેમને સમય સં. ૧૬૩૪ થી તે સં. ૧૬૭૦ સુધી નિ:શંક ગણી શકાય એટલે તેઓએ ઓછામાં ઓછું ચાળીસેક વર્ષનું આયુષ્ય ગાળ્યું હોવું જોઈએ.
શિષ્ય પરંપરા.
ઉપર જણાવ્યું તેમ તેમને એક શુભવિજય શિષ્ય હતા કે જેના શિષ્ય સુમતિવિજયના શિષ્ય રામવિયે સં. ૧૭૮૫ માં શાંતિજિન રાસ છ ખંડમાં ગાથા ૬૯૫૧ પૂરને રમે છે. તે સિવાય એક હર્ષવિજય કરીને બીજા પણ શિષ્ય હતા કે જેને મેરવિ નામે શિષ્ય હતા એમ જણાય છે કે જે મેરવિજયે નાની નાની કૃતિઓ
જેવી નંદિષણ મુનિ સઝાય, મુહપતિ સ+પૃથ્વી સચિત અચિત સનવાવાડ સ+હ્મ સ+ઇરિયાવહી સ+વિજયદેવરિ સર વગેરે રચી છે. નંદિણ મુનિ સઝાયને અંતે એમ છે કે:–
જયવિજય ગુરૂ સીસ, તસ હરીષ નમે નિસરીસ, મેરૂવિજય ઈમ બેલે, એહવા ગુરૂને કુરા તાલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org