________________
(૧૫) આપણે ઉપર જણાવી ગયા કે આપણા ચરિત્રનાયક જયવિજયે કલ્યાણવિજય ઉપાધ્યાયના શિષ્ય ધર્મવિજય પાસે અભ્યાસ કર્યો હતો તેજ કલ્યાણવિજય ઉપાધ્યાયના શિષ્ય તરીકે પિતાને જણાવી એક જયવિજયે તેજ કલ્યાણવિજયગણિનો રાસ સં. ૧૬પપ ના આસો સુદ ૫ ને દિને ગૂજરાતીમાં રચે છે. (જુઓ મારી જેમ ઐતિહાસિક રાસમાળા ભા. ૧)ને તે ઉપરાંત સમેતશિખરતીથમાલા સ્તવનરાસ સં. ૧૬૬૮ માં (વિજયસેનસૂરિના ધર વિજયદેવસૂરિના રાજ્યમાં) અને તે ઉપરાંત હીરવિજયસૂરિ પુણ્યખાણિ સઝાય સં. ૧૬પર પછી બતાવી છે. આ ત્રણે કૃતિમાં પં. દેવવિજયનું ગુરૂ તરીકે નામ આવતું નથી પણ કલ્યાણુવિજયને ગુરૂ તરીકે સૂચવેલું છે તેથી આ જયવિજય પણ જૂદા છે એમ સંભાવના થાય છે. આમાંનું સમેતશિખરસ્તવન પ્રાચીન તીર્થમાલાસંગ્રહમાં પ્રકટ થયેલ છે. આ જયવિજય માટે જુઓ મારો સંગ્રહ નામે જૈન ગૂર્જર કવિઓ નં. ૧૯૨ પૃ-૩૧૭ થી ૩૨૦.
પંડિત લાલચંદ ભ. ગાંધી જણાવે છે કે:-“પ્રાચીન તીર્થમાળા સંગ્રના સંક્ષિપ્ત સારની પૃ. ૪ ની નોટમાં સમકાલીનતા અને નામ સન્માર્ગગામી એવા સાધુ રૂ૫ સમુદ્રને ઉલ્લસિત કરવા માટે જેઓ ચંદ્ર જેવા છે, જેમનાં વચનોથી રંજિત થઈ અબર બાદશાહે શત્રુંજય પર્વત જૈનના સ્વાધીન કર્યો છે અને ભટ્ટારક વિજયસેનસૂરિ પ્રમુખ સુવિહિતજને જેમની ભક્તિપૂર્વક ચરણસેવા કરે છે એવા આચાર્યશ્રી હીરવિજયસૂરિના મહિમાથી આનંદિત થઈ બાદશાહે શત્રુંજયની યાત્રાએ જનાર બધા મનુષ્ય પાસેથી જે દિવસે મસ્તક કર (માથા–મુંડકે) લેવાનો નિષેધ કર્યો છે તે જ દિવસે, ઉક્ત આચાર્ય વર્ચના શિષ્ય સક્લ વાચક શિરોમણિ શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયે પં. દેવહષ, પં. ધનવિજય, ૫. જયવિજય, ૫. જસવિજય, ૫. હંસવિજય અને મુનિ વેસલ આદિ ૨૦૦ મુનિઓના પરિવાર સાથે નિર્વિન રીતે શત્રુંજયની ચાત્રા કરી છે. –લેખાંક ૩૩. મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પ્રાચીન જૈનલેખ સંગ્રહ ભાગ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org