________________
( ૧૨ )
તેમનામાં ભળ્યા હતા. આ પ્રમાણે તે સૂરિને અનેક ગીતાર્થ મુનિઓ ધર્મસાગરના–સાગરમતને ત્યાગ કરી આવી મળ્યા-વિજયતિલકસૂરિ રાસ જુઓ. (આ પરથી અનુમાન થાય છે કે દેવવિજય પહેલાં સાબરમતમાં હશે.) પછી શુભ મુહર્તી વિજયતિલકસૂરિએ ઘણુઓને જુદી જુદી પદવી આપી તેમાં આ દેવવિજયને વાચક પદ આપ્યું. તેજ વર્ષમાં વિજયતિલકસૂરિએ સોમવિજય વાચકના શિષ્ય કમલવિજયજીને આચાર્ય પદ આપી તેનું વિજયાનંદસૂરિ એ નામ રાખી તેમને ગચ્છનો ભાર સોંપી બીજે દિવસે સ્વર્ગવાસ કર્યો. (સં. ૧૬૭૬ પિશ શુદિ ૧૪). વિજયાનંદસૂરિ અને વિજયદેવસૂરિને મેળ થયે સં. ૧૬૮૧ ના પ્રથમ ચિત્ર સુદ ૯; ત્યારપછી પાછો બંને વચ્ચે સં. ૧૬૮૫ માં વિભેદ પશે. વિજયદેવસૂરિ ગ૭ભેદ કરી ધર્મસાગરને ગચ્છમાં લઈ દેવસૂરિ જુદા થયા. એક બાજુ વિજયદેવસૂરિ અને બીજી બાજુ વિજ્યાનંદસૂરિ–એમ બે પક્ષે પડયા. એક દેવસૂરે પક્ષ અને બીજો આણંદસૂર’ પક્ષ ગણાય.
દેવવિજયવાચક વિજયાનંદસૂરિની આજ્ઞામાં રહેવા લાગ્યા એટલે તેમણે વિજયદેવસૂરિએ સાગરને પક્ષ લીધે તેથી તેમની સાથે સંબંધ છેડી વિજયાનંદસૂરિને ગ૭પતિ માન્યા. (આ પરથી ચેકસ જણાય છે કે દેવવિજય વાચક પહેલાં વિજયદેવસૂરિની આજ્ઞા નીચે ને પછી સં. ૧૬૭૬ માં વિજયાનંદસૂરિની નીચે આવ્યા. આચાર્ય સંબંધી સાગરના મંતવ્યોને લીધે ખળભળાટ હતો તેથી જયવિજયે પોતાની આ ચોપાઈમાં પિતે દેવવિજયના શિષ્ય છે એટલું જ કહી દેવવિજયની ગુરૂ પરંપરા આપ્યા વગરજ સંતોષ માન્ય હોય એ બનવા જોગ છે.)
ઉપર જણાવેલી સાધુ વ્યકિતઓ તથા હવે પછી આવતા ભાનુચંદ્રાદિ માટેનું નીચેનું વંશવૃક્ષ ઉપયોગી થઈ પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org